બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two died in a school bus accident in Vapi of Valsad district

વલસાડ / વાપીમાં એક ચૂક અને બે સગા ભાઇઓનું સ્કૂલ બસની ટક્કરે મોત, પરિવારજનોને માથે આભ ફાટ્યું

Kishor

Last Updated: 10:08 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાના વાપીમાં સ્કૂલ બસ ચાલકે બાઈકસવાર બને ભાઈઓને આડફેટે લેતા બેન્નેંના કરુણ મોત નીપજ્યા છે.

  • વલસાડ જિલ્લાના વાપીમાં અકસ્માત 
  • વાપીમાં બે સગા ભાઇઓને સ્કૂલ બસે લીધા અડફેટે 
  • અકસ્માતમાં બંને સગાભાઇઓના મોત

વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં પણ દિવસેને દિવસે વધારો આવી આવી રહ્યો છે. તેવામા  વલસાડ જિલ્લાના વાપી ખાતે બાઇક અને સ્કૂલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. સ્કૂલ બસ ચાલકે આડેધડ બસ ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈકસવાર બને ભાઈઓને આડફેટે લીધા હતા. જેમાં બને સગા ભાઈઓના મોત નિપજયા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી.

પરિવારજનો પર આભ ફાંટી પડ્યું
આ ગોજારી ઘટના મામલે જાણવા મળતી વિગતો અનુસાર વાપીના બલીઠા ગામે રહેતા વિશાલ રણછોડભાઈ ભરવાડ નામનો 16 વર્ષનો તરુણ અને તેનો ભાઈ જય રણછોડભાઈ ભરવાડ નામના છ વર્ષનો બાળક બંને બજાજ બાઈક લઈ બજારમાં જવા નીકળ્યા હતા. આ દરમિયાન જીજે 15 એસએસ 3241 નંબરની બાઈકને બલીઠા દાડીવાડ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની બસના ચાલકે આડફેટે લીધા હતા. જેમાં પાછળના ટાયરમાં આવી જતા બન્ને ભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જેને પગલે પરિવારજનો પર આભ ફાંટી પડ્યું હતું. એક જ પરિવારના બે ભાઈઓના મોતને લઈને ગમગીની છવાઈ છે.

સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે
અકસ્માતને પગલે લોકોએ દોડી જઇ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સાંભળી પીએમ માટે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ બનાવ અંગે પોલીસે બસ ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ