બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Two big countries came in support of Kejriwal Delhi Liquor Scam

Delhi Liquor Scam / બે મોટા દેશો આવ્યાં કેજરીવાલના સપોર્ટમાં, ધરપકડ પર બોલ્યાં- 'સાચી રીતે ચલાવો કેસ'

Ajit Jadeja

Last Updated: 07:30 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે જર્મની બાદ અમેરિકાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકન વિદેશ વિભાગે કહ્યુ અમે સતત નજર રાખી રહ્યા છીએ

જર્મની બાદ અમેરિકાએ પણ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. યુએસ વિદેશ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની સાથે સંબંધિત અહેવાલો પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે કેજરીવાલના કેસમાં નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાની આશા રાખીએ છીએ. આ પહેલા જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે ભારતે જર્મન રાજદૂતને બોલાવીને તેને આંતરિક મામલો ગણાવ્યો હતો. હવે કેજરીવાલની ધરપકડ મામલે અમેરિકાનું નિવેદન આવ્યુ છે.

વિપક્ષો ગણાવી ચુક્યા છે ષડયંત્ર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચામાં છે. EDએ 21 માર્ચે દારૂ કૌભાંડ કેસમાં તેની ધરપકડ કરી હતી. તે જ દિવસે કેજરીવાલ દ્વારા ધરપકડમાંથી રાહત માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ રાત્રે EDની ટીમ કેજરીવાલના ઘરે પહોંચે છે અને લગભગ બે કલાકની પૂછપરછ અને ઘરની તપાસ કરી ધરપકડ કરીને પોતાની સાથે લઈ જાય છે. કેજરીવાલની ધરપકડ સામે વિરોધ પક્ષોએ પણ સખત વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા એલાયન્સના અન્ય સહયોગીઓએ ચૂંટણી પહેલા તેને ષડયંત્ર ગણાવ્યું હતું.

અમેરિકાએ કેજરીવાલ પર આપ્યુ નિવેદન

કેજરીવાલની ધરપકડ પર હવે અમેરિકાએ પોતાનું નિવેદન આપ્યું છે. વિદેશ વિભાગના પ્રવક્તાએ આ અઠવાડિયે રોઇટર્સને જણાવ્યું હતું કે યુએસ સરકાર અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો અને તેના સંબંધિત મામલા પર સતત નજર રાખી રહ્યુ છે. જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી માટે "ન્યાયી, પારદર્શક અને સમયસર કાનૂની કાર્યવાહી" કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ. અમેરિકાની આ પ્રતિક્રિયા જર્મનીના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. જ્યારે જર્મનીએ કહ્યું કે ભારતમાં આરોપોનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ અન્ય ભારતીય નાગરિકોની જેમ ન્યાયી અને નિષ્પક્ષ ટ્રાયલના હકદાર છે. જર્મન સરકારના પ્રવક્તાએ ગયા શુક્રવારે કહ્યું હતું કે, "અમે માનીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ભારતીય ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સંબંધિત ધોરણો આ કેસમાં પણ લાગુ કરવામાં આવશે."

આ પણ વાંચો: 'કોઈ સાથે માથાકૂટ ન કરતાં', લોકસભા ચૂંટણીને લઈ કમલમમાં બેઠક, ભાજપના મોટા આદેશ

ભારતનો વાંધો

કેજરીવાલની ધરપકડ પર જર્મનીની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી. જર્મન રાજદૂતને બોલાવીને વિદેશ મંત્રાલયે તેને "આંતરિક બાબતોમાં સ્પષ્ટ હસ્તક્ષેપ" ગણાવ્યું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને અમારી ન્યાયતંત્રની સ્વતંત્રતાને ક્ષતિગ્રસ્ત ગણીએ છીએ." જર્મની સામે ભારતના વિરોધ અંગે પૂછવામાં આવતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રોઇટર્સને કહ્યું, "તમારે જર્મની વિદેશ મંત્રાલયને ભારત સરકાર સાથેની તેમની ચર્ચાઓ વિશે વધુ માહિતી માટે પૂછવું જોઈએ." જો કે, ભારત સરકારે હજુ સુધી અમેરિકાની ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ