બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / વિશ્વ / Twitter official spokesperson publishes statement condemns police intimidation

સોશ્યલ મીડિયા / “પોલીસ અમારી ઉપર દબાણ કરે એ નહીં ચલાવી લેવાય”  ટ્વીટરનું સત્તાવાર નિવેદન

Published By: Shalin

Last Updated: 02:26 PM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટરે સત્તાવાર નિવેદન આપીને આડકતરી રીતે મોદી સરકાર ઉપર દબાણ મુક્યું છે.

થોડા સમયથી સરકારના નવા IT કાયદાઓનું પાલન ન કરવા બદલ દેશમાં સોશ્યલ મીડિયા વેબસાઈટ બંધ થઇ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. 

ટ્વીટરે પણ સરકારની ઝાટકણી કાઢી 

ટ્વીટરના સ્પોક્સ પર્સને કહ્યું હતું કે ટ્વીટર દેશના સ્થાનિક કાયદાઓ સાથે કામ કરવા તૈયાર છે પણ તેમની વેબસાઈટ પર પારદર્શકતા, યુઝર્સની પ્રાઈવસી અને વ્યક્ત કરવાની આઝાદી જળવાયેલી રહે અને સૌને પોતાનો અભિપ્રાય મુકવાની તક મળે તે તેમની સૌથી પ્રાથમિક શરત છે. 

તેમણે કહ્યું કે મહામારીમાં ટ્વીટરના પ્લેટફોર્મ પર માહિતીની આપ-લે થી ઘણા લોકોને ફાયદો થયો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં તેમના કર્મચારીઓ ઉપર દબાણ કરવા માટે અને તેમને ડરાવવા માટે અને સાથે સાથે સરકારના નવા IT કાયદાઓનું અમલીકરણ થાય તે માટે જે રીતે પોલીસબળનો પ્રયોગ કરવામાં આવ્યો તે ચિંતાજનક છે. 

“નવા IT કાયદાઓથી સ્વતંત્ર અને જાહેર ચર્ચાઓ ઉપર જોખમ ઉભું થાય છે” 

ટ્વીટરે વધુમાં કહ્યું હતું કે નવા IT કાયદાઓથી સ્વતંત્ર અને જાહેર ચર્ચાઓ ઉપર જોખમ ઉભું થાય છે આથી અમે આ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવે તેની તરફેણમાં છીએ. અમે આ મુદ્દે સરકાર સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને અમને આશા છે કે અમે સમાજના હિતમાં હોય તેવો વચગાળાનો રસ્તો શોધી શકીશું. 

નોંધનીય છે કે સરકારે આ વર્ષે નવા IT કાયદાઓ બનાવીને સોશ્યલ મીડિયા વેબસાઈટ્સને તેમની પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કરવા અને નવા અધિકારી નીમવા સહિતના સુધારાઓ કરવા ઉપરાંત દેશની સુરક્ષાનું કારણ આપીને યુઝર્સનો ડેટા સેવ કરવાની અને જરૂર પડે સરકારને સોંપવાની સૂચના આપી હતી. 

આ મુદ્દે 25 તારીખની ડેડલાઈન આપી હોવા છતાં કોઈ સોશ્યલ મીડિયા વેબસાઈટ્સે આ સૂચનાઓનું પાલન કર્યું નહોતું. ફક્ત એટલું જ નહીં, વોટ્સએપે ગઈ કાલે દિલ્હી હાઈકોર્ટમાં સરકાર સામે ફરિયાદ નોંધાવી હતી. 

નવા IT કાયદા બંધારણની કલમ 21નો ભંગ કરે છે: વોટ્સએપનો આરોપ 

વોટ્સએપે કહ્યું હતું કે નવા IT કાયદા પ્રમાણે સરકારની કેટલીક માંગણીઓમાં સરકાર અમારી પાસેથી કયા યુઝર્સે કઈ માહિતી શેર કરી હતી તેવો ગોપનીય ડેટા માંગે છે. આ પ્રકારની માહિતી સરકાર સાથે શેર કરવામાં આવે તો યુઝર્સની પ્રાઈવસી સચવાતી નથી જે અમારી વપરાશકર્તાઓ સાથેની ટર્મ્સ એન્ડ કન્ડીશન્સનો ભંગ છે સાથે સાથે બંધારણની નાગરિકોનો પ્રાઈવસીનો પ્રાથમિક અધિકાર આપતી કલમ 21નો પણ ભંગ છે. 

આમ સોશ્યલ મીડિયા વેબસાઈટ્સે આડકતરી રીતે મોદી સરકારના નવા IT કાયદાઓનું પાલન નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા આપી દીધી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

National News New IT Laws Twitter WhatsApp privacy policy Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ