ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:54 PM, 19 May 2026
ADVERTISEMENT
ભોપાલમાં 33 વર્ષની ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી, કોર્પોરેટ ક્ષેત્ર અને આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલી ટ્વિશાની જિંદગી લોકોને પ્રેરણાદાયક લાગતી હતી પરંતુ તેમનું મૃત્યુ હવે રહસ્યમય બની ગયું છે.લગ્નના માત્ર પાંચ મહિનામાં જ તેમનો મૃતદેહ ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા ઘરે ફાંસીના ફંદા પર મળ્યો જેના કારણે આ મામલો સતત ચર્ચામાં છે. ટ્વિશાના લગ્ન 12 ડિસેમ્બર 2025ના રોજ થયા હતા. સંયોગથી તેમની મૃત્યુ તારીખ પણ 12 જ નીકળી એટલે કે 12 મેના રોજ તેમનું મોત થયું. હાલમાં પરિવાર ન્યાયની આશામાં બેઠો છે.
ADVERTISEMENT
મૂળ નોઈડાની રહેવાસી ટ્વિશા શર્મા અભ્યાસ દરમિયાન જ મોડેલિંગ અને ગ્લેમર દુનિયા સાથે જોડાઈ ગઈ હતી. તેમણે વર્ષ 2014માં સાવિત્રી બાઈ ફુલે યુનિવર્સિટીમાંથી BBAનું અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે “મિસ પુણે”નો ખિતાબ જીત્યો હતો અને અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. ટ્વિશાએ અભિનયની દુનિયામાં પણ પગલું મૂક્યું હતું અને તે તેલુગુ ફિલ્મ મુગ્ગરુ મોનાગલ્લુમાં જોવા મળી હતી. તેમને પરફોર્મિંગ આર્ટ્સ, ફિલ્મમેકિંગ અને ક્રિએટિવ પ્રવૃત્તિઓમાં ખાસ રસ હતો.
ADVERTISEMENT
ટ્વિશા ફક્ત મોડેલિંગ અને અભિનય સુધી મર્યાદિત ન હતી. તેણીએ કોર્પોરેટ ક્ષેત્રમાં પણ વ્યાપક અનુભવ મેળવ્યો. તેણીએ લગભગ છ વર્ષ સુધી મુંબઈ સ્થિત કંપની ફ્લેવર પોટ ફૂડ્સમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેણીએ જર્મન એકેડેમી ઓફ ડિજિટલ એજ્યુકેશન (DADB) માં કોમ્યુનિકેશન અને ઓનબોર્ડિંગ મેનેજરની ભૂમિકા નિભાવી. તેણીએ કામ કરતી વખતે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો 2024 માં નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS) માંથી ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા તેણીનું MBA પૂર્ણ કર્યું.
ADVERTISEMENT
પરિવારના સભ્યોના મતે ટ્વિશા શાંત અને સકારાત્મક વ્યક્તિત્વ ધરાવતી હતી. તે એક સર્ટિફાઈડ યોગ ટ્રેનર હતી અને નિયમિતપણે વિપશ્યના ધ્યાનનો અભ્યાસ કરતી હતી. તેણીને નવી વસ્તુઓ શીખવાનું, પોતાને માવજત કરવાનું અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાનું ખૂબ ગમતું હતું.
ADVERTISEMENT
અહેવાલ છે કે 2024 માં, તેણી ભોપાલ સ્થિત વકીલ સમર્થ સિંહને ડેટિંગ એપ દ્વારા મળી. બંને વચ્ચે નિકટતા વધી અને 12 ડિસેમ્બર, 2025ના રોજ તેમના લગ્ન થયા. સમર્થ સિંહ ભોપાલના નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહના પુત્ર છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ-ડીઝલ બાદ બ્રેડના ભાવ ઊંચકાયા
ADVERTISEMENT
ટ્વિશાના સાસુ ગિરિબાલા સિંહના જણાવ્યા મુજબ 12 મે, 2026 ના રોજ સાંજે ટ્વિશા બ્યુટી પાર્લરથી ઘરે પાછી ફરી. પહોંચ્યા પછી તે રાબેતા મુજબ ટેલિવિઝન જોઈ રહી હતી. તે દરમિયાન તેણીને તેની માતાનો ફોન આવ્યો. ફોન પર વાત કરતી વખતે તે ટેરેસ પર ગઈ. થોડી વાર પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. રાત્રે લગભગ10.30 વાગ્યે તેનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો. પરિવારના સભ્યોનો દાવો છે કે ત્વિષા તેની છેલ્લી વાતચીત દરમિયાન માનસિક રીતે અસ્વસ્થ દેખાતી હતી.
ટ્વિશાના પરિવારે આ કેસ અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમનો આરોપ છે કે ઘટના પછી પોલીસે શરૂઆતમાં કોઈ ગંભીરતા દાખવી ન હતી. તેમનો એવો પણ દાવો છે કે તેનો પતિ સમર્થ સિંહ ઘટના પછી ફરાર છે અને તેની ધરપકડમાં વિલંબ થઈ રહ્યો છે. કોર્ટે સમર્થની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. દરમિયાન, પોલીસે સમર્થની ધરપકડ માટે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT