બ્રેકિંગ ન્યુઝ
VTV / turmeric milk benefits rich in medicinal properties is very beneficial for health
ADVERTISEMENT
હળદરવાળું દૂધ પ્રાચીન સમયથી પરંપરા રહી છે. નાના મોટા ઘા હોય કે શરીરનું દર્દ. તમામ નાની મોટી સમસ્યાઓમાં હળદરવાળું દૂધ લાભદાયી રહે છે. કેલ્શિયમની સાથે હળદરના એન્ટીબાયોટિક્સ મિક્સ થવાથી પણ અનેક ફાયદા મળે છે. તો જાણો કઈ સમસ્યાઓમાં આ હળદરવાળું દૂધ તમને મદદ કરે છે.
સોજા ઘટાડે
હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. શિયાળામાં ખાસ કરીને સાંધાના દુઃખાવવાની ફરિયાદ રહે છે. એવામાં આ દૂધ દર્દ ઘટાડે છે અને સોજાના કારણે થતાં લક્ષણોમાં રાહત આપવામાં મદદ કરે છે. આ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT

શરદી ખાંસી દૂર કરશે
હળદરવાળું દૂધ તેમાં રહેલા એન્ટી બાયોટિક્સની મદદથી ફ્રી રેડિકલ સેલ્સથી લડે છે. આ કારણે બદલાતી સીઝનમાં દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ખાંસી, ગળામાં દર્દ અને સીઝનલ તાવમાં રાહત મળે છે.
હ્રદય માટે પણ જરૂરી
હળદરમાં એન્ટી ઇન્ફ્લોમેટરી પ્રોપર્ટી હોય છે. આ માટે દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય હળદરના દૂધથી બ્લડ શુગર લેવલ મેનેજ રહે છે અને એવું થવાથી દિલ સ્વસ્થ રહે છે.
સારી ઊંઘ આવશે
હળદર વાળું દૂધ પીવાથી સારી ઊઘ આવે છે. હળદરમાં અમિનો એસિડ હોય છે જેનાથી સારી ઊંઘ આવે છે. અનિદ્રાની સમસ્યા વાળા લોકોએ રોજ રાતે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવું. તેનાથી લાભ થશે.
ADVERTISEMENT

હાડકા કરે છે મજબૂત
વિટામીન ડી અને કેલ્શિયમનો એક સારો સ્ત્રોત હળદરવાળું દૂધ માનવામાં આવે છે. તેનાથી હાડકા મજબૂત રહે છે. ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોપીનિયા જેવી બીમારીને દૂર કરવામાં રાહત મળે છે. બોન ફ્રેક્ટર કે હાડકા ડેમેજ થવાની સ્થિતિમાં હળદરવાળું દૂધ પીવાથી લાભ થશે.
ADVERTISEMENT
વજન ઘટાડે છે
હળદરમાં કેલ્શિયમ અને મિનરલ્સ હોય છે. તે શરીરની ફેટ પણ બાળે છે. આ કારણે હળદરવાળું દૂધ પીવાથી વજન ઘટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.