બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Turkey-Syria death toll rises to over 29,000 UN says toll will rise

મોતનું તાંડવ / 50 હજાર લોકોના મોતનું અનુમાન: તુર્કીયે-સીરિયામાં મૃતકોની સંખ્યા વધીને 29 હજારને પાર, UNએ કહ્યું આંકડો ખૂબ વધશે

Kishor

Last Updated: 08:20 AM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીયે અને સિરિયામાં આવેલ ભયાનક ભૂકંપને પગલે મોતનું તાંડવ રચાયું છે. તેવામાં ભૂકંપમાં મરનારનો આંકડો અટકવાનું નામ જ ન લેતો હોય તેમ ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 29 હજાર થી વધુ લોકો મોતને ભેટયા હોવાનું બહાર આવ્યું છે.

  • તુર્કીયે અને સિરિયામાં આવેલ ભયાનક ભૂકંપને પગલે મોતનું તાંડવ
  • અત્યાર સુધીમાં લગભગ 29 હજારથી વધુ લોકો મોતને ભેટયા 
  • મૃત્યુઆંક 50 હજાર સુધી પહોંચે તેવો સંયુક્ત રાષ્ટ્રનો દાવો

તુર્કીયે અને સીરિયામાં ભૂકંપના કારણે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂકંપને પગલે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તેવામાં નવા આંકડા સામે આવ્યાક છે જેમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. તો આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મૃત્યુઆંક 50 હજાર સુધી પહોંચી શકે તેવો દાવો

જેમાં પણ સૌથી વધુ નુકસાન તુર્કીયેમાં થયું છે. જ્યા ભૂકંપની થપાટે 24,617 લોકો કાળને ભેટયા છે. તો 80 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બીજી બાજુ સીરિયામાં 5,279 લોકોના મોત થતા હોવાનું અને 5,000 થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. સામે પક્ષે ભૂકંપથી મૃત્યુઆંક અંગે સંયુક્ત રાષ્ટ્રએ મોટો દાવો કર્યો છે. જેમણે 50,000 સુધી મૃત્યુઆંક પહોંચી શકે છે.


જર્મનીના ગૃહ મંત્રીએ કરી જાહેરાત

આવી ગંભીર સ્થિતિમાં જર્મનીના ગૃહ મંત્રી નેન્સી ફેજરે શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે તેમનો દેશ તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને ત્રણ મહિનાના વિઝા આપશે. ફેઝરે એક દૈનિક અખબાર જણાવ્યું હતુ કે તે કટોકટી અંગેની સહાય છે. મહત્વનું છે કે હાલ તુર્કીયેમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પાંચમા દિવસે પણ રેસ્ક્યુ યથાવત છે. જેમા મોટા મશીનોનો મારફેતે કાટમાળ હટાવવમાં આવી રહ્યા છે.

વિશ્વ બેંક દ્વારા તુર્કીને અપાયા આટલા બિલિયન ડોલર 
કુદરતી આફતમાંથી તુર્કીને ઉગારવા માટે  વિશ્વ બેંક દ્વારા તુર્કીને 1.78 બિલિયનની સહાયની પણ જાહેરાત કરી છે. બીજી તરફ અમેરિકાએ પણ તુર્કી અને સીરિયાને 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. એ જ રીતે ભારત પણ તુર્કીની મદદ કરીનેં સાથે ઉભું છે. વિમાન મારફતે  રાહત સામગ્રી, સૈનિકો અને ડૉક્ટરોની સેના મોકલવામાં આવી રહી છે. ભારતની NDRF ટીમ સ્થળ પર જ હાજર છે અને  દટાયેલા લોકોને બચાવવા પ્રયાસો કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ