બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / tulsi is very beneficial in terms of health but do not consume it in these health problems health tips
Arohi
Last Updated: 07:29 PM, 24 February 2022
ADVERTISEMENT
તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. સ્વાસ્થ્યના હિસાબે જોઈએ તો તુલસીના ખૂબ ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પત્તા અને તેના અર્કનો ઉપયોગ તમામ બીમારીઓને ઠીક કરવા માટે કરવામાં આવે છે. પરંતુ અમુક બીમારીઓમાં તુલસીનું સેવન સમસ્યા વધારી શકે છે. જેના વિશે મોટાભાગે લોકો નથી જાણતા.
લોહીને પાતળુ કરે છે તુલસી
તુલસીના પાન લોહીને પાતળુ કરે છે. જો તમને ઈજા પહોંચે અને લોહી નિકળતું રહે છે તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા છો તો અમુક સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.
ADVERTISEMENT
યોગ્ય માત્રામાં સેવન કરવું જ યોગ્ય
દરેક વસ્તુનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ. ઘણી વખત લોકો ફાયદાના ચક્કરમાં તેનું વધારે સેવન કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીનું વધુ સેવન કરવું પુરૂષ અને મહિલા બન્નેની ફર્ટિલિટીને પ્રભાવિત કરી શકે છે. તેનાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે. ત્યાં જ મહિલાઓમાં તેના કારણે ફર્ટિલાઈઝ્ડ એગની ગર્ભાશયમાં રોકાવવાની સંભાવના ઓછી થઈ શકે છે. જો તમે ઈન્ફર્ટિલિટીની સારવાર કરાવી રહ્યા છો તો તુલસીનું સેવન નિષ્ણાંતોની સલાહથી જ કરો.
તુલસીની તાસીર ગરમ હોય છે
તુલસીની તાસીર ગરમ હોય છે માટે ગર્ભવતી મહિલાઓને પણ તેનું વધારે સેવન ન કરવું જોઈએ. તુલસીમાં યુજેનોલ નામનું તત્વ મળે છે. જેના કારણે ગર્ભાશય સંકળાઈ જવાની સમસ્યા થઈ શકે છે. તેનાથી મિસકેરેજનો ખતરો વધી શકે છે. એવામાં તુલસીનું સેવન કર્યા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો.
તુલસીને દાંતોથી ન ચાવો
તુલસીના પત્તામાં પારો હોય છે. તેને દાંત માટે યોગ્ય નથી માનવામાં આવતો. તુલસીના પત્તામાં આર્સેનિક પણ મળી આવે છે. જેનાથી દાંતને નુકસાન પહોંચે છે. તુલસીનું સેવન હંમેશા પાણી અથવા કોઈ અન્ય વસ્તુની સાથે ગળીને કરો અથવા પાણી અથવા ચામાં ઉકાળીને કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.