બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Trump said Biden was responsible for the situation in Afghanistan, if I were president ...

નિવેદન / ટ્રમ્પે કહ્યું, અફઘાનિસ્તાનની હાલત માટે બાયડન જવાબદાર, હું રાષ્ટ્રપતિ હોત તો...

Published By: Premal

Last Updated: 01:27 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન હાલ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેના માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે હાલના રાષ્ટ્રપતિ જો બાયડન પર ઠીકરું ફોડ્યું છે.

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો બાયડન પર ફોડ્યુ ઠીકરું
  • અફઘાનિસ્તાનની અત્યારની સ્થિતિ માટે બાયડન જવાબદાર
  • જો હું રાષ્ટ્રપતિ હોત તો આ ડીલ કંઈક અલગ હોત

ટ્રમ્પે કહ્યું કે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનથી હટી રહ્યું હતું ત્યારે જો બાયડને કોઈ શરત રાખી નહીં જેના કારણે ખૂંખાર તાલિબાન હાલ ત્યાં આતંક મચાવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો બાયડને અફઘાનિસ્તાનથી બહાર આવવા માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. પરંતુ જો હું રાષ્ટ્રપતિ હોત તો આ ડીલ કંઈક અલગ હોત અને વધુ સફળતાપૂર્વક રહી હોત. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં અમેરિકાએ દોહામાં તાલિબાન સાથે ડીલ કરી હતી. તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. જે બાદ અમેરિકાએ પોતાના સૈનિકોને મે 2021માં પોતાની સેનાને ત્યાંથી હટાવી લીધી હતા. આ વર્ષે હવે જ્યારે બાયડને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ખુરશી સંભાળી હતી ત્યારે પણ તેમણે તાલિબાન સાથે કોઈ શરત રાખી ન હતી. 

આવામાં હવે ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો હું તે વખતે રાષ્ટ્રપતિ હોત તો દુનિયાએ જોયું હોય હોત કે અમે હટ્યા હોત તો કેટલીક શરતોને આધાર પર હટ્યા હોત. ટ્રમ્પે દાવો કર્યો કે મેં વ્યક્તિગત રીતે તાલિબાનના મુખ્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી, જ્યાં તે લોકોએ સમજ્યું હતું કે તે લોકો જે પણ કરી રહ્યાં છે તે અસહનીય છે. હું હોત તો તાલિબાનો સાથે યોગ્ય રીતે સમજૂતી કરીને અલગ રીતે વ્યવહાર થયો હોત.

તાલિબાનોના આધિપત્યથી અમેરિકા પણ આઘાતમાં

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના વધી રહેલા આધિપત્યથી અમેરિકાને પણ આઘાત લાગ્યો છે. કતારની રાજધાની દોહામાં જાહેર વાર્તા દરમ્યાન અમેરિકન અધિકારીઓએ તાલિબાન સાથે લડાઈ દરમ્યાન પોતાની એમ્બેસીને છોડવાનું કહ્યું હતુ. તેમણે કહ્યું કે, અમે તાલિબાનીઓ સાથે કાબુલ પર હુમલા દરમ્યાન અમારી એમ્બેસીની સુરક્ષાના આશ્વાસનની માંગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે આશ્વાસન માંગીએ છીએ કે તાલિબાનો કાબુલમાં અમેરિકન એમ્બેસીને કોઈ નુકસાન પહોંચાડે નહીં.

3000 સૈનિકો મોકલશે અમેરિકા
અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા કાબુલમાં એમ્બેસીમાંથી અમુક વધારે કર્મચારીઓને પાછા લાવવા માટે વધુ સૈનિક મોકલવાની છે. પેન્ટાગનના પ્રેસ સચિવ જોન કિર્બીએ જાહેરાત કરી છે કે અમેરિકન સંરક્ષણ વિભાગ કાબુલથી એમ્બેસીના કર્મચારીઓને કાઢવા માટે અફઘાનિસ્તાનમાં સેના મોકલશે. તેમણે કહ્યું કે, આગામી 24-28 કલાકમાં કાબુલ હવાઈ એરપોર્ટ પર ત્રણ બટાલિયનોને ટ્રાન્સફર કરવામાં આવશે. આ લગભગ 3000 સૈનિક છે. બ્રિટન પણ ત્યાં પોતાના સૈનિકો મોકલી રહ્યું છે.

તાલિબાનોએ કંધાર પર સંપૂર્ણ વિજય મેળવ્યો
જો ખરેખર તાલિબાનોનો દાવો સાચો છે તો અફઘાનિસ્તાનના સરકારના હાથમાં હવે ફક્ત રાજધાની કાબુલ અને અમુક નાના-મોટા ક્ષેત્રો બચશે. એક સ્થાનિક રહેવાસીના દાવાના આધારે એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાનના એક પ્રવક્તાએ કોઈ સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યુ, કંધાર પર સંપૂર્ણ રીતે વિજય મેળવી લીધો છે. મુજાહિદ્દીન શહેરમાં શહીદ ચોક પર પહોંચી ગયા છે. તાલિબાનોએ એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનના 34 રાજ્યોની રાજધાનીમાંથી 11 પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધુ છે. 

રાજધાની કાબુલ પર પ્રભુત્વ જમાવી શકે છે અફઘાનિસ્તાન
તાલિબાનના આતંકવાદીઓએ કાબુલથી લગભગ 150 કિમીના અંતરે સ્થિત ગજની અને ઈરાન સરહદ પાસે સ્થિત હેરાત પર પહેલાથી જ કબજો જમાવ્યો છે. એવામાં મનાઈ રહ્યું છે કે આતંકવાદી હવે ગમે ત્યારે કાબુલ પર હુમલો કરી શકે છે. અફઘાનિસ્તાનની રાજધાની પર તાલિબાનોના પ્રભુત્વ બાદ અશરફ ગની સરકારનું પતન થઈ જશે. અમેરિકન સેનાએ પણ આશંકા વ્યક્ત કરી છે કે તાલિબાની આતંકવાદી 30 થી 90 દિવસની અંદર કાબુલ પર સત્તા પ્રાપ્ત કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aghanistan Kabul joe biden taliban terror Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ