ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:19 PM, 18 August 2026
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક દાવે 'હોર્મુઝની ખાડી' (Strait of Hormuz) વિસ્તારમાં તંગદિલી વધારી દીધી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર હોર્મુઝની ખાડીનો એક નકશો શેર કર્યો હતો, જેના પર તેમણે 'New U.S. Territory' (અમેરિકાનો નવો વિસ્તાર) લખ્યું હતું. આ પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ સમુદ્રી માર્ગ પર અમેરિકાનું 'સંપૂર્ણ નિયંત્રણ' છે અને તેમણે ઈરાન પાસે આત્મસમર્પણનું સફેદ નિશાન બતાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે ઓમાનને પણ સીધી ચેતવણી આપી હતી કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેના કરારમાં ઓમાન અડચણરૂપ બનશે, તો અમેરિકા ઓમાન પર ભારે બોમ્બમારો કરતા અચકાશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઈરાની સંસદના અધ્યક્ષ અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાગેર ગાલીબાફે સરકારી ટેલિવિઝન પર આપેલા ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી અમેરિકા June માં થયેલા સમજુતી કરાર (MoU) હેઠળની પોતાની કટિબદ્ધતાઓ પૂરી નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝની ખાડી ખોલવામાં નહીં આવે. ઈરાને અમેરિકા સામે મુખ્ય શરતો મૂકી છે:
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકા સાથેના મનોમંથન વચ્ચે ઈરાન અને ઓમાન એક વૈકલ્પિક નેવિગેશન કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. બંને દેશો હોર્મુઝની ખાડીમાં એક સુરક્ષિત માર્ગના ભૌગોલિક કોઓર્ડિનેટ્સ પર સંમત થયા છે અને કોમર્શિયલ જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે સંયુક્ત નિવેદનનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે. જોકે, અમેરિકાને બાજુ પર રાખીને ઓમાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી આ શાંતિ વાટાઘાટોથી ટ્રમ્પ ભારે નારાજ થયા છે, જેના લીધે તેમણે સૈન્ય હુમલાની ધમકી આપી છે.
આ પણ વાંચોઃ પૂરપાટ પિકઅપ ડમ્પર સાથે અથડાતા ઘટનાસ્થળે જ 8 લોકોના કમકમાટીભર્યા મો*ત, 26 ઘાયલ
ADVERTISEMENT
હોર્મુઝની ખાડી ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક અત્યંત સાંકડો સમુદ્રી માર્ગ છે, જે પર્સિયન ખાડીને ઓમાનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે. વિશ્વના કુલ કાચા તેલના અંદાજે 20% હિસ્સાનું પરિવહન આ જ રસ્તેથી થાય છે. 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ બાદ આ વિસ્તારમાં જહાજોની અવરજવર પર ગંભીર અસર પડી છે. ઈરાન હાલમાં આ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પાસેથી પરવાનગી અને ટ્રાન્ઝિટ ફીની માંગ કરી રહ્યું છે, જેનો અમેરિકા સખત વિરોધ કરી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT