બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Trump appears in Manhattan court in connection with secret payments to porn stars

પોર્નસ્ટાર કેસ / 'મે ક્યારેય નહોતું વિચાર્યું કે....' ધરપકડ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો કેસ સાથે જોડાયેલ મહત્વની વિગતો

Priyakant

Last Updated: 08:41 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણીના મામલે હવે આગામી સુનાવણી ડિસેમ્બરમાં થશે

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ મોટા સમાચાર
  • પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણીના મામલે મેનહટ્ટનની કોર્ટમાં હાજર થયા ટ્રમ્પ
  • સરકારી વકીલે તેમના પર 34 આરોપ લગાવ્યા, ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણીના મામલે મેનહટ્ટનની કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી દરમિયાન સરકારી વકીલે તેમના પર 34 આરોપ લગાવ્યા હતા. જોકે ટ્રમ્પે આ આરોપોમાં પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. આ મામલે એક દિવસની સુનાવણી પૂર્ણ થઈ હતી. 

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટારને ગુપ્ત ચૂકવણીના મામલે હવે આગામી સુનાવણી ડિસેમ્બરમાં થશે. કોર્ટ દ્વારા સુનાવણીની આગામી તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે, જેમાં ટ્રમ્પે ફરીથી કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું છે કે, ટ્રમ્પની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરી 2024થી શરૂ થઈ શકે છે.

પ્રોસિક્યુટર્સે શું આરોપ લગાવ્યા ? 
મહત્વનું છે કે, સુનાવણી દરમિયાન પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પે રહસ્ય છુપાવવા માટે ગેરકાયદેસર રીતે $130,000 ચૂકવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો પોર્ન સ્ટાર સાથેના તેના સંબંધોની માહિતી સામે આવશે તો રાષ્ટ્રપતિ બનવાના તેના ચૂંટણી અભિયાનને અસર થશે, તેથી આ ચુકવણી કરવામાં આવી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની સુનાવણી 2024માં શરૂ થઈ શકે છે.

શું કહ્યું પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ? 
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગ જ્યોર્જ સોરોસ સમર્થિત ફરિયાદી છે જે કોઈપણ કિંમતે ટ્રમ્પની પાછળ છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે. દુનિયા પહેલેથી જ આપણા પર હસી રહી છે કારણ કે, આપણે અફઘાનિસ્તાનમાં કિંમતી શસ્ત્રો છોડીને ભાગી ગયા હતા. આપણા દેશના ઈતિહાસમાં આ સૌથી શરમજનક સમય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પેમેન્ટ કરવામાં કોની લીધી હતી મદદ ? 
16 પાનાના આરોપમાં આરોપ છે કે, ટ્રમ્પે નિયમોનું ઉલ્લંઘન કરીને તેમના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેનને $130,000 ચૂકવ્યા હતા. ભૂતપૂર્વ પ્રમુખ અને અન્યોએ 2016ની યુએસ ચૂંટણી પહેલા તેમના વિશેની નકારાત્મક માહિતીના પ્રકાશનને દબાવવાની યોજનામાં ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. આ પેમેન્ટમાં પોર્ન સ્ટારને કરવામાં આવેલ પેમેન્ટ પણ સામેલ છે.

અમેરિકામાં ટ્રાયલનો સામનો કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ 
નોંધનીય છે કે, અગાઉ 30 માર્ચે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા આપવા બદલ ટ્રમ્પ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. ક્રિમિનલ કેસમાં ટ્રાયલનો સામનો કરનાર ટ્રમ્પ અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પ હાજર થાય તે પહેલા ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી 35,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સાથે ટ્રમ્પ સુનાવણી માટે મેનહટન કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટમાં પહોંચતાની સાથે જ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પને હાથકડી પહેરાવવામાં આવી ન હતી. આ દરમિયાન ટ્રમ્પના પુત્ર એરિકે આરોપ લગાવ્યો હતો કે, કેસની સુનાવણી કરી રહેલા જજ ડેમોક્રેટ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, વિશ્વાસ નથી થતો કે...... 
મહત્વનું છે કે, દેખાવ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે,  તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે આ બધું અમેરિકામાં થઈ રહ્યું છે. સુનાવણી પહેલા કોર્ટમાં ટ્રમ્પના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સુનાવણી માટે કોર્ટરૂમમાં પ્રવેશ્યા અને હેરાફેરીના 34 કેસમાં પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ