બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / traffic challan status check online process how many challan you have
વાહન ચલાવતી વખતે જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો તો તમારૂ ચલણ કપાય છે. જેને ભરવું ફરજીયાત હોય છે. પહેલા ચલણ ટ્રાફિક પોલીસ આપતા હતા પરંતુ હવે પોલીસ ઉપરાંત રોડ પર લાગેલા હજારો કેમેરા પણ વાહન ચાલકો પર નજર રાખી તેમનું ચલણ કાપે છે.
ADVERTISEMENT

મેમો આવે તેની જાણકારી હોવી જરૂરી
આજ કારણ છે કે ઘણા લોકોને ખબર નથી હોતી કે તેમનું ચલણ કપાઈ રહ્યું છે. એવું મોટાભાગે એ લોકોના કારણે થાય છે જેમનો મોબાઈલ નંબર આરટીઓ સાથે લિંક નથી હોતો. નંબર પર મેસેજ ન આવવાના કારણે લોકોને ઘણી વખત તેમના ચલણ વિશે ખબર નથી હોતી અને એક સાથે ઘણા ચલણ ભરવાના ભેગા થઈ જાય છે. જ્યાર બાદ ગાડી જપ્ત પણ થઈ શકે છે.
ADVERTISEMENT
આ રીતે ચેક કરો મેમો આવ્યો છે કે નહીં
જો તમે જાણવા માંગો છો કો તમારા વાહન પર કોઈ મેમો આવ્યો છે કે નહીં તો આ રીતે તરત ચેક કરી લો. તમે એક મિનટમાં ઓનલાઈન જ પોતાનું ચલણ ચેક કરી શકો છો. તેના માટે તમારે ગુગલ પર E-Challan ટાઈપ કરવાનું રહેશે. તેના બાદ સૌથી ઉપર ઈ-ચલણની વેબસાઈટ ખુલી જશે.

ADVERTISEMENT
વધુ વાંચો: હોળીમાં કલર લગાડેલી ચલણી નોટ ચાલશે કે નહીં? શું કહે છે RBIનો નિયમ
તમને ત્યાં ત્રણ ઓપ્શન મળશે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સનો નંબર, ગાડીનો નંબર અને એન્જિન નંબર નાખી શકો છો. ત્રણેયમાંથી એક વિકલ્પને પસંદ કરી તમે ગેટ ડીટેલ્સ પર ક્લિક કરો. તમારા તમામ ચલણ તમારી સામે આવી જશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.