ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / tours and travels business Gujarati America Covid-19 Effect

કોરોના વાયરસ / અમેરિકામાં મંદીના કારણે ગુજરાતીઓ પોતાના ધંધાઓ સંકેલી રહ્યા છે, આટલા કરોડ લોકો બેકાર બન્યા

Published By: Hiren

Last Updated: 09:35 PM, 17 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ-19ને લઇને અમેરિકામાં મોટાભાગના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. તેમાંય ખાસ કરીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાને ચલાવવો અઘરો બન્યો છે. ત્યારે અહીં અમેરિકામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા ગુજરાતીઓ પોતાના ધંધા બંધ કરવાનું વિચારી રહ્યા છે.

ADVERTISEMENT

  • કોવિડ-19ની ગંભીર અસર
  • ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા પડી ભાંગ્યા
  • ગુજરાતીઓને આ ધંધા ચલાવવા અઘરા પડી રહ્યા છે

દુનિયાભરમાં હાલ કોરોના વાયરસને લઇને આર્થીક તંગી વર્તાઇ રહી છે. જેમાંથી અમેરિકા પણ બાકાત નથી રહ્યું. કોવિડ-19ના સૌથી વધારે કેસ અમેરિકામાં છે જેને લઇને અહીં 5 કરોડથી વધારે લોકો બેકાર બન્યા છે. સાથે-સાથે અમેરિકામાં વસેલા ભારતીયોને પણ આર્થિક મંદી સહન કરવી પડી રહી છે. અમેરિકામાં લાખો ગુજરાતીઓ પોતાના ધંધા-રોજગાર વર્ષોથી ચલાવી રહ્યા છે. ત્યારે હાલ કોવિડ-19ને લઇને અહીં વસેલા ગુજરાતીઓ ને પોતાના ધંધા નુકસાન કરીને ચલાવવા પડી રહ્યા છે, અથવા તો બંધ કરવાનો વારો આવ્યો છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ મોટા ભાગે નોકરી કરતા ધંધા ચલાવવા વધુ પસંદ કરે છે. ત્યારે ગુજરાતીઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં પણ અમેરિકામાં મોખરે છે. અમેરિકામાં વસતા મોટાભાગના લોકો ફરવા-હરવાના શોખીન હોય છે. પરંતુ હાલ કોવિડ-19ને લઇને મોટાભાગની એરલાયન્સ બંધ છે. તદ્ઉપરાંત કોવિડ-19ને લઇને સોશિયલ ડીસ્ટન્સીંગ તેમજ અન્ય નિયમોને લઇને ફરવા લાયક જગ્યાઓ બંધ છે. એટલુ જ નહીં હાલની વૈશ્વિક બિમારીને લઇને લોકો બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે. ત્યારે અહીં સૌથી ગંભીર અસર જો કોઇ ધંધાને પડી હોય તો તે છે, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો. અહીં હાલ જે ગુજરાતીઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા છે તે આ વર્ષ ગમે તેમ કરીને પૂર કરવાનુ વિચારી રહ્યા છે. અથવા પોતાનો ધંધો બંધ કરવાનુ વિચારી રહ્યા છે. કારણ કે, હાલ માત્ર પોતાના ધંધા-રોજગારની જગ્યા માત્ર ખોલીને બેસી રહેવુ પડે છે. જેના કારણે આ ધંધા સાથે સંકળાયેલા લોકોનો હાલ એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, તેઓ કઇ રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવશે.

કોવિડ-19ને લઇને દુનિયાભરમાં આર્થીંક મંદિનો માહોલ છે. અને તેની સૌથી વધારે અસર અમેરિકામાં વર્તાઇ રહી છે. ત્યારે પોતાના ધંધા-રોજગારની શોધમાં વતનથી સાત સંમદર પાર આવેલા આ ગુજરાતીઓ હવે વતન પરત ફરવાનુ વિચારી રહ્યા છે. પરંતુ હાલ તેઓને પોતાના વતન આવવા માટે પણ યોગ્ય સગવડ નથી. હવે આવા ગુજરાતીઓની પરિસ્થિતી જાયે તો જાયે કહા જેવી થઇ ગઇ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

America Coronavirus Gujarati અમેરિકા કોરોના વાયરસ ગુજરાતી coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ