બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / ચંદ્ર ગ્રહણના દિવસે આકાશમાં દેખાશે બ્લડ મૂન, જાણો આ નામ પાછળનું રહસ્ય

જાણવા જેવું / ચંદ્ર ગ્રહણના દિવસે આકાશમાં દેખાશે બ્લડ મૂન, જાણો આ નામ પાછળનું રહસ્ય

Vishal Dave

Last Updated: 11:47 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ગ્રહણનો વેધ સવારના 11:58 થી જ લાગી જશે તેથી 11:58 પછી મંદિરો માં આરતી થઈ શકશે નહી. ધાર્મિક માન્યતાઓને અનુસરનારા લોકો વેધ લાગ્યા પછી અને ગ્રહણ છૂટે નહિ ત્યાં સુધી ભોજન લેતા નથી.

આગામી તા.7મી સપ્ટે.ના રોજ કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ સાથે બ્લડ મૂન જોવા મળશે. આ ચંદ્રગ્રહણના કારણે ભારત સહિત દેશ- દુનિયામાં સીમાઓ પર સંઘર્ષ સાથે યુદ્ધ જેવો માહોલ જોવા મળશે.ખાસ કરીને ચીન, તાઈવાન, અમેરિકા, રશિયા અને યુરોપમાં તેની અસર જોવા મળશે. ભારતે પણ પોતાના શત્રુઓથી સાવધ રહેવા જેવું છે.

અમરેલીના લીલીયા મોટાના વતની અને ખગોળિય ઘટનાઓના અભ્યાસુ જયપ્રકાશ માઢકે આગામી 7 સપ્ટેમ્બરે લાગનારા ગ્રહણ સાથે જોડાયેલી ખુબજ મહત્વની માહિતી શેયર કરી છે. તેમણે કહ્યું કે આ દિવસે કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ સાથે બ્લડ મુન જોવા મળશે, સાથે જ તેમણે વિશ્વમાં મોટી ઉથલપાથલની પણ આગાહી કરી છે.

તેમણે કહયું કે વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પૂર્ણિમા ને રવિવાર તારીખ 7/9/2025 ના રોજ કુંભ રાશિમાં તથા શતતારા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર માં ખગ્રાસ ચંદ્ર ગ્રહણની ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનુ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ એનો દોષ લાગશે અને આ ગ્રહણને પાળવાનુ રહેશે.

7 તારીખે આટલા વાગ્યે લાગી જશે ગ્રહણ

આ ગ્રહણનો વેધ સવારના 11:58 થી જ લાગી જશે તેથી 11:58 પછી મંદિરો માં આરતી થઈ શકશે નહી. ધાર્મિક માન્યતાઓને અનુસરનારા લોકો વેધ લાગ્યા પછી અને ગ્રહણ છૂટે નહિ ત્યાં સુધી ભોજન લેતા નથી. ગ્રહણ દરમ્યાન કરેલા દાન અને જપનુ હજારો ગણું પૂણ્ય મળે છે.ગ્રહણ મોક્ષ પછી કરાતુ સ્નાન ગંગાસ્નાન બરાબર ગણાય છે. તાંત્રિકો મંત્ર સિધ્ધ કરવા માટે ગ્રહણ દરમ્યાન મંત્ર જપ કરે છે.

ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મૂજબ ચંદ્ર ને ગ્રહણનો સ્પર્શ 7 સપ્ટેમ્બર ની રાત્રે 20 ક. 58 મિનિટ અને 21 સેકન્ડે થશે. ગ્રહણ સંમિલનનો સમય 21 કલાક 57 મિનિટ અને 41 સેકન્ડનો રહેશે. ગ્રહણની આ ઘટનાને મધ્યે પહોંચવાનો સમય 23 કલાક 41 મિનિટ અને 43 સેકન્ડ રહેશે. ગ્રહણ ઉન્મિલન નો સમય 25 કલાક 26 મિનિટ અને 47 સેકન્ડ રહેશે. ગ્રહણ મોક્ષ નો સમય 26 કલાક 25 મિનિટ રહેશે.

આ ગ્રહણનુ ગ્રાસમાન 1.367 અને સંપૂર્ણ ગ્રહણકાલ 5 કલાક અને 27 મિનિટ રહેશે. જ્યારે રાત્રીના 11 થી 12 :22 સુધી ચંદ્ર લાલ રંગનો દેખાશે. પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને લીધે ગ્રહણ દરમ્યાન બ્લડ મુન એટલે કે રક્તવર્ણનો ચંદ્ર જોવા મળશે.

કયાં-ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ ?

માઢકે જણાવ્યું હતું કે આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા યુરોપમાં દેખાશે. ભારતમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકત્તા તથા ચેન્નાઈમાં સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ દેખાશે. પેરિસ અને લંડનમાં પણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ દેખાશે. ઢાકામાં પણ ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયાથી આચ્છાદિત થઈ જશે. મોસ્કોમાં પણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. તદુપરાંત હંગેરી,ઈટાલી, જાપાન, જર્મની, ઈટાલી, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ચીન તથા ઓસ્ટ્રેલિયા માં પણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ દેખાશે.

જયપ્રકાશ માઢકના મતે આ કારણે ચંદ્ર ગ્રહણ આસપાસ અને પછીના છ માસમાં રશિયા અને યુરોપ વચ્ચે યુધ્ધ જામી શકે છે. ચીન - તાઈવાન, ચીન -જાપાન ,જાપાન- કોરિયા વચ્ચે સંઘર્ષ વધી શકે છે. ચીન અને રશિયા અમેરિકા સાથે સંઘર્ષ માં ઉતરી શકે છે.ભારતે પણ સરહદે તથા સરહદી રાજ્યોમાં શત્રુના ડૂમ્ભાણાથી સાવધ રહેવુ પડશે.

ચંદ્ર કેમ લાલ રંગનો દેખાશે ?

જેવી રીતે કેટલીક વાર સૂર્ય ઉદય કે અસ્ત સમયે લાલ રંગનો દેખાય છે એ જ રીતે આ ગ્રહણ દરમ્યાન ચંદ્ર લાલ રંગનો દેખાશે.નીલ અને વાદળી જેવા રંગના પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોવાથી વાતાવરણના કણો સાથે અથડાઈને આ રંગના પ્રકાશ તરંગો વાયુ મંડળમાં ફેલાઈ જાય છે અને વધુ દૂરી તય કરી શકતા નથી પણ લાલ રંગી પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી લાલ પ્રકાશ વધુ દૂર સુધી જઈ શકે છે,જેથી બીજા રંગના પ્રકાશ રસ્તા માં જ ફેલાઈને રોકાઈ જાય છે જ્યારે લાલ પ્રકાશ છેક ચંદ્ર સુધી પહોંચી જાય છે જેથી ચંદ્ર લાલ દેખાય છે. આને જ બ્લડ મુન કહે છે.

બ્લડ મુન કેમ કહ્યો ?

જોકે બીજી ઘણી વસ્તુઓ લાલ રંગની હોય છે પરંતુ અહીં ચંદ્ર ને ચણોઠી જેવો લાલ કહેવાને બદલે લોહી જેવો લાલ એટલે કે બ્લડ મુન કેમ કહ્યો હશે? બ્લડ મુન કહેવા પાછળ એવી માન્યતા છે કે આ રીતે ગ્રહણ દરમ્યાન ચંદ્ર જ્યારે લાલ રંગનો દેખાય છે ત્યારે ગ્રહણ આસપાસના દિવસોમાં કે ગ્રહણ પછી ના દિવસોમાં કુદરતી આપદાઓ દ્વારા જાનહાનિ થાય છે અથવા તો ચંદ્ર મનનો કારક હોવાથી ચંદ્રનું ગ્રહણ થવાથી લોક માનસમાં ઉન્માદ જાગે છે.

આ પણ વાંચોઃ 100 વર્ષ પછી 7 સપ્ટેમ્બરે દુર્લભ ચંદ્રગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

જેમની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે સાવધ રહેવું

ચંદ્ર જળનો કારક હોઈ જ્યોતિષની માન્યતાઓ મૂજબ ચંદ્ર ગ્રહણ આસપાસ અતિવૃષ્ટિ પૂરપ્રકોપ કે નાવ કે જહાજને લગતી દુર્ઘટનાઓ થવાની કે માણસોના ડૂબવાની સંભાવના રહે છે. કર્ક વૃશ્ચિક અને મીન રાશિ માટે આ ચંદ્ર ગ્રહણ ક્રમશ :આઠમા સ્થાને, ચોથે અને બારમે થતુ હોઈ અશુભ તથા મેષ ધન તથા કન્યા રાશિ માટે શુભ મનાય છે. જેમની કુંડળી માં ચંદ્ર નિર્બળ હોય કે ગ્રહણ યોગમાં હોય એમણે ખાસ સાવધ રહેવુ જોઈએ અને ગ્રહણ દરમ્યાન તલ અને શુધ્ધ ઘીનું દાન દેવુ જોઈએ જેથી બળ અને આયુષ્યમાં વૃધ્ધિ થાય છે અને ઈષ્ટ દેવના જપ કરવા જોઈએ તથા નદી નાળાથી દૂર રહેવુ જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Astrological Predictions Total Lunar Eclipse 2025 Blood Moon
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ