બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Toshakha case Imran Khan former PM of Pakistan banned from contesting elections for 5 years
Last Updated: 11:01 PM, 8 August 2023
ADVERTISEMENT
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું રાજકારણ ખતમ થઈ ગયું હોય તેવું કહી શકાય! કારણ કે પાકિસ્તાનના ચૂંટણી પંચે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાંચ વર્ષ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તોશાખાના કેસમાં ઈમરાન ખાનને પ્રોપર્ટી છુપાવવા અને સરકારી ગિફ્ટ વેચવા બદલ દોષી ઠેરવ્યા બાદ આ કેસમાં ઇમરાન ખાન વિરુદ્ધ આ આકરી કાર્યવાહી કરી છે. પરિણામે હવે પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાફ એટલે કે પીટીઆઇના વડા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં! જોકે આ નિર્ણયનો પાર્ટીના મહાસચિવ અસદ ઉંમરે વિરોધ કરી ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં પડકારવાનો દાવો કર્યો છે.
તોશખાના કેસ : પાકિસ્તાની ચૂંટણી પંચે ઈમરાન ખાન પર પાંચ વર્ષ ચૂંટણી લડવા પર મૂક્યો પ્રતિબંધ#Toshakhanacase @ImranKhanPTI #elections #Pakistan #vtvgujarati pic.twitter.com/0Wn6HCYM1U
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2023
ADVERTISEMENT
ભ્રષ્ટાચારના કાયદા તળે પણ કાર્યવાહી કરવામાં આવશે
ADVERTISEMENT
પાકિસ્તાની ન્યુઝના અહેવાલ અનુસાર ગઠબંધન સરકારના સંસદોએ ઓગસ્ટમાં ઇમરાન ખાન વિરુદ્ધ ચૂંટણી પંચમાં રાવ કરી ખાનને ગેરલાયક ફેરવવાની માંગ ઉઠાવી હતી. બાદમાં મામલે મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાનીની વડપણ હેઠળની ઇસીપીની ચાર સભ્યોની બેંચે આ ચુકાદો આપ્યો હતો. વધુમાં તેઓની સામે ભ્રષ્ટાચારના કાયદા તળે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ઇસીપીએ જાહેરાત પણ કરી હતી.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે.

ADVERTISEMENT
શુ છે તોશાખાના કેસ?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે, તેમણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. વર્ષ 2018માં ઈમરાન ખાનને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી. ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.