બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માપમાં રહેજો! વધારે તેલ ખાવાથી કેન્સર જેવી બીમારીઓનો ખતરો, જાણો કેટલું ફાયદાકારક

આરોગ્ય / માપમાં રહેજો! વધારે તેલ ખાવાથી કેન્સર જેવી બીમારીઓનો ખતરો, જાણો કેટલું ફાયદાકારક

Last Updated: 08:04 PM, 30 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાની ઉંમરે પણ થઈ શકે છે ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટના રોગ, મુખ્ય કારણ મોટાપો હોઇ શકે છે. જાણી લો એક્સપર્ટના મતે.

વધુ માત્રામાં તેલનું સેવન કરવું એટલે બિમારીઓને આમંત્રણ આપવું. ખાણી-પીણીમાં જો તેલ ઉપર નિયંત્રણ રાખી ન શકાય, તો ગંભીર બિમારીઓ થઈ શકે છે. જેમાં મોટાપો, ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટના રોગ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેલ પર નિયંત્રણ રાખવું જોઈએ અને તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત છે કે, તેઓ પોતાના સ્વાસ્થ્ય અંગે જરાય કાળજી રાખતા નથી. ખાસ કરીને, ખાવા-પીવાની બાબતમાં વ્યક્તિઓ પાછળ વળીને જોતાં જ નથી. લોકો નથી જાણતા કે, વધુ પડતું તેલ વાડું ખાવાથી તેઓને ગંભીર રોગ થઈ શકે છે. વધારે પડતું ઓઈલી ખાવાથી તમને ડાયાબિટીસ, કેન્સર, મોટાપા અને હાર્ટના રોગ થઈ શકે છે.

વધુ વાંચો: પેશાબનો બદલાતો કલર જીવલેણ બીમારીઓના સંકેત, ભૂલથી પણ ઈગ્નોર ન કરો આ લક્ષણો

શું કહ્યું એક્સપર્ટે?

દિલ્લીના રાજીવ ગાંધી હોસ્પિટલના ડૉક્ટર અજીત કુમારે જણાવ્યું કે, તેલનો વધુ પડતો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. આનાથી તમારું વજન ઘણું વધી શકે છે અને તમે મોટાપાનો શિકાર બની શકો છો. બીજું કે, હૃદય રોગ જેવી સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. બ્લોકેજ અને હૃદયને લગતી સમસ્યાથી જીવ જોખમમાં મુકાઇ શકે છે. જણાવી દઈએ કે, એક્સપર્ટ અજીત કુમાર કાર્ડિયોલોજિ વિભાગમાં ડૉક્ટરની સેવા આપે છે.

શું છે ઉપાય?

આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને અનાજનો જેટલો વધુ ઉપયોગ કરશો, તેટલું આ રોગોનું જોખમ ઓછું થશે. ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, સિગારેટ, દારૂ અને તંબાકુ જેવી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

health Tips Health Care Too Much Oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ