બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેશાબનો બદલાતો કલર જીવલેણ બીમારીઓના સંકેત, ભૂલથી પણ ઈગ્નોર ન કરો આ લક્ષણો

આરોગ્ય / પેશાબનો બદલાતો કલર જીવલેણ બીમારીઓના સંકેત, ભૂલથી પણ ઈગ્નોર ન કરો આ લક્ષણો

Last Updated: 08:01 PM, 30 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા શરીરમાં કોઈ રોગ પ્રેવશે છે, તો તેની સીધી અસર પેશાબ પર પડે છે. અસર એવી હોય છે કે, પેશાબનો રંગ બદલાઈ જાય છે તેમજ ગંધ મારે છે. જાણો શું છે આની પાછળનું રહસ્ય.

પેશાબની સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. શરીરમાં જો યુરીન કેન્સર, પથરી, યુરીન ઇન્ફેકશન અને પ્રોસ્ટેટ કેન્સર જેવા લક્ષણો દેખાય તો તેની અસર પેશાબમાં જોવા મળે છે. પેશાબમાં રંગ બદલાવો અને તેમાંથી ગંધ મારે છે, તો સમજવું કે તમારું શરીર હાઇડ્રેટેડ નથી. લાલ રંગનો પેશાબ થવો અથવા ભૂરા રંગનો પેશાબ થવો એ દર્શાવે છે કે, કિડનીમાં ખરાબી છે. તો ચાલી જાણીએ કે, કયા રંગનો પેશાબ કઈ બિમારીને આમંત્રણ આપે છે.

હલકો પીળો

આનો સંકેત એ છે કે, તમે પાણી ખૂબ જ ઓછા માત્રામાં પી રહ્યા છો. જો પાણીનું પ્રમાણ ઓછું હોય, તો તમને કિડનીમાં તકલીફ થઈ શકે છે. બીજું કે, ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ હોય તો પણ હલકા પીળા રંગનો પેશાબ થઈ શકે છે. આથી જ કહેવાય છે કે, વધુ માત્રામાં પાણી પીવું જોઈએ.

ઘાટો પીળો

ઘાટો પીળો રંગ દર્શાવે છે કે, તમારા શરીરમાં પાણી પૂરતું નથી. આવી સ્થિતિમાં, રોજના 8-10 ગ્લાસ પાણી પીવું. યાદ રાખવું કે, તમે નારિયેળ પાણી, દૂધ અને લીંબુ પાણી પણ પીવું જોઈએ.


વધુ વાંચો: તમારી કાર આપશે જબરદસ્ત માઈલેજ! આટલા સમય બાદ એન્જિન ઓઈલ બદલવું જરૂરી

ધૂંધળો રંગ

આનો અર્થ એ છે કે, તમને મૂત્રાશય ચેપ હોઇ શકે છે. હવે આ ચેપ કયો હશે, તેની માટે અવશ્યપણે તમારે ડૉક્ટરની સલાહ લેવી પડે. આ સમસ્યા શરીર માટે ખૂબ જ ગંભીર હોઇ શકે છે.

લાલ રંગ

લાલ રંગ એટલે સમજવું કે તમે વધુ માત્રામાં દવા લઈ રહ્યા છો. બીજું કે, જો તમે બીટનો આહાર ડાયટમાં લઈ રહ્યા છો તો પણ તમને લાલ રંગનું પેશાબ આવી શકે છે. જો કે, આ બંને વસ્તુ અલગ છે. જો હવે આમાંથી એક પણ વસ્તુ તમારી સાથે સંકળાયેલી નથી, તો સમજવું કે યુરીનની સાથે-સાથે તમને લોહી આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Urine Problem Health Care Urine Color
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ