બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Tomatoes will be available at the price of 80 rupees per kg

રાહત / ટામેટાંની કિંમતોથી લોકોને રાહત આપવા કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, 80 રૂપિયા કિલોમાં મળશે, જાણો ક્યાં

Priyakant

Last Updated: 02:17 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tomato Price News: ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશને ટામેટાંના ભાવમાં ઘટાડો કર્યો

  • ટામેટાંના ભાવને લઈને મોટા સમાચાર 
  • 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ટામેટાં
  • નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશને ભાવમાં ઘટાડો કર્યો

ટામેટાંના ભાવને લઈને દેશમાં દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. આ તરફ છૂટક બજારમાં ટામેટાંની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આ તરફ હવે એક મોટું પગલું ઉઠાવતા ગ્રાહક બાબતોના મંત્રાલયે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળના નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશને ટામેટાંના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે 90 રૂપિયા પ્રતિ કિલોના બદલે સરકારી દરે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાશે.

સરકાર 500 જગ્યાએ ટામેટાંનું વેચાણ કરી રહી છે
ટામેટાંના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. દિલ્હી NCR સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સરકાર ગ્રાહકોને રાહત આપવા માટે સીધા ટામેટાંનું વેચાણ કરી રહી છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ટામેટાંની ખરીદી કર્યા પછી NCCF ગ્રાહકોને 90 પ્રતિ કિલોના દરે સીધા ટામેટાંનું વેચાણ કરતું હતું અને હવે તેની કિંમતમાં 10 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર દેશભરમાં લગભગ 500 સ્થળોએ સીધા ટામેટાંનું વેચાણ કરી રહી છે.

File Photo

અહીં વેચાય છે સસ્તા ટામેટા 
નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) એ સરકારની માર્ગદર્શિકા હેઠળ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી ટામેટાંની ખરીદી કરી છે. આ પછી ઓખલા અને નેહરુ પ્લેસ જેવા વિસ્તારોમાં રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 20થી વધુ મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવી છે.

ટામેટાંના વધતા ભાવથી છુટકારો મેળવવા માટે સરકારની આ પહેલ ફળીભૂત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી દેશમાં અન્ય મુદ્દાઓ સાથે ટામેટાના ભાવ પણ ચર્ચામાં છે. આમ થાય તો પણ કેમ નહીં આટલા ટૂંકા ગાળામાં ટામેટાંના ભાવ ત્રણ ગણાથી વધુ વધી ગયા છે. દેશના જે રાજ્યો અને શહેરોમાં ટામેટાંના ભાવ લોકોની પહોંચની બહાર થઈ ગયા છે.

File Photo 

લોકોએ ટામેટાંનો ઉપયોગ ઓછો કર્યો
લોકલસર્કલના સર્વેમાં ટામેટાંની ખરીદી અને વપરાશ અંગે એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે. સર્વેમાં જણાવાયું છે કે, 46 ટકા પરિવારો હવે ટામેટાં માટે 150 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ચૂકવી રહ્યા છે. આ સાથે 14 ટકા પરિવારોએ ટામેટાં ખરીદવાનું બંધ કરી દીધું છે અને 68 ટકાએ તેનો ઉપયોગ ઓછો કર્યો છે. 

24 જૂને રાજધાની દિલ્હીમાં ટામેટાના ભાવ 20-30 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 180 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. કેટલીક જાતો અથવા સારી ગુણવત્તાવાળા ટામેટાંની કિંમત પણ 220 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અન્ય શહેરોમાં અને દેશના કેટલાક રાજ્યો જેવા કે તમિલનાડુ અને કેરળમાં ટામેટાની કિંમત હજુ પણ 180 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. ટામેટાંની કેટલીક જાતો વધુ મોંઘા પણ વેચાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ