બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Tomato century now after petrol! Housewives are no longer asking for vegetable prices based on potatoes

રે, મજબૂરી / પેટ્રોલ બાદ હવે ટમેટાની સદી ! બટેટાના આધારે ગૃહિણીઓ, શાકભાજીના ભાવ પૂછવા જેવા નથી રહ્યાં

Mehul

Last Updated: 08:57 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું છે.જેના કારણે શાકભાજીના ભાવ પણ સદી વટી ગયા છે. અને ગૃહિણીઓ ફરી ચિંતામાં મુકાઈ છે

  • શાકભાજીના ભાવ પહોંચ્યા 100 રૂપિયા પાર 
  • વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન 
  • શાકભાજીની ઓછી આવકના કારણે ભાવમાં વધારો

કોરોના બાદ મોંઘવારી લોકોનો પીછો નથી છોડી રહી. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક જગ્યાએ આમ આદમીને મોંઘવારી નડી રહી છે. તેવામાં બાકી હતું તે કમોસમી વરસાદે ખેડૂતોને તો રડાવ્યા જ છે. પરંતુ તેની સાથે-સાથે આમ જનતાનું પણ ભારણ વધાર્યું છે. કારણ કે, કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું છે.. જેના કારણે શાકભાજીના ભાવ પણ સદી વટી ગયા છે. અને ગૃહિણીઓ ફરી ચિંતામાં મુકાઈ છે.

ખોરવાયું બજેટ 

સમય સાથે કુદરતી વાતાવરણમાં પણ સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. એક તરફ કમોસમી વરસાદના કારણે પાક નુકસાની થઈ છે. જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. તો બીજી તરફ શાકભાજીના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓના બજેટમાં ભારણ વધાર્યું છે.

ભાવ આસમાને 

તાજેતરમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે મોટા પ્રમાણમાં શાકભાજીના પાકમાં ભારે નુકસાની થઈ છે. તેવામાં બજારમાં શાકભાજી ખુબ ઓછા પ્રમાણમાં આવી રહી છે. અને આ કારણે હાલ મોટા ભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયા પાર પહોંચી ગયા છે. સામાન્ય રીતે શિયાળામાં લીલા શાકભાજી ખાવાનું મહત્વ હોય છે. અને આ જ જંતુમાં શાકભાજીનું પણ ખુબ ઉત્પાદન થાય છે. પરંતુ હાલ કમોસમી વરસાદના કારણે શાકભાજીનું ઓછું  ઉત્પાદન થયું છે. તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ મુજવણમાં મુકાઈ છે. શું ખાવું અને શું ન ખાવું. ? 

બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ... 

હવે જરા અમદાવાદના બજારમાં મળતા શાકભાજીના ભાવ પર નજર કરીએ તો,.50 રૂપિયામાં કિલો મળતા ટામેટાના ભાવ 100 રૂપિયા પાર પહોંચી ગયા છે. આ સિવાય 80 રૂપિયામાં કિલો મળતા વટાણાના   130 રૂપિયા, 60 રૂપિયામાં કિલો મળતી ચોળી 110 રૂપિયામાં, 20 રૂપિયામાં કિલો મળતી ડુંગળી 60-70 રૂપિયામાં, 90 રૂપિયામાં કિલો મળતી વાલોળ 130 રૂપિયામાં, અને 50 રૂપિયામાં કિલો મળતી કોથમીર 100  રૂપિયામાં મળી રહી છે.. આ સિવાયના પણ તમામ શાકભાજીના ભાવ 50 થી 100 રૂપિયા આસ પાસ છે.
સ્થિતિ એવી બની ગઈ છે કો, એક સાંધે ત્યાં તેટ તુટે..ખાદ્યતેલ અને પેટ્રોલ-ડીઝલ થોડું સસ્તું થાય ત્યાં શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધી જાય.. પરંતુ હાલ તો આ ભાવ વધારો કમોસમી વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિથી છે.પણ એ પણ ના કહી શકાય કે,લીલા શાકભાજીના ભાવ કાબુમાં ક્યારે આવશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ