બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / tokyo paralympics 2020 bhavina patel loss gold medal match

tokyo paralympics 2020 / ગુજરાતની દીકરી ગોલ્ડ ચૂકી પણ દિલ જીતી, પેરા ટેબલ ટેનિસ ફાયનલમાં ભાવિન પટેલનો ચીની ખેલાડી સામે પરાજય

Published By: Bhushita

Last Updated: 11:00 AM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવિના પટેલને ટેબલ ટેનિસની ફાઈનલમાં ચીની ખેલાડી સામે 11-7, 11- 5, 11-6ની હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ ગોલ્ડ મેડલથી એક પગલું દૂર રહ્યા.

  • ટેબલ ટેનિસની સ્પર્ધામાં ભાવિના પટેલ જીત્યો સિલ્વર મેડલ
  • ચીનની ખેલાડી સામે ભાવિના પટેલની હાર
  • ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો પ્રથમ મેડલ

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ચૂકી છે. ફાઈનલમાં તેઓએ ચીનની ખેલાડી  સામે 11-7, 11- 5, 11-6ની હારનો સામનો કરવો પડ્યો છે. તેઓએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.  

પિતા હસમુખભાઈએ કહી આ વાત

પેરાલિમ્પિક 2020માં  ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલના ગામ મહેસાણામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં તેમના મિત્રો અને પરિવારજનોએ ફટાકડા ફોડ્યા, આ સાથે પિતા હસમુખભાઈએ કહ્યું, 'તેણે અમને ગૌરવ અપાવ્યું છે. ધામધૂમથી સ્વાગત કરીશું'.

ગુજરાતના આ ગામની રહેવાસી છે ભાવિના પટેલ

ભાવિના પટેલના ગામ સુંઢિયામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. હાલમાં ગામમાં લોકોએ ગરબે ઘૂમી અને ફટાકડાં ફોડી ખુશી વ્યક્ત કરી છે. આ સાથે ભાવિનાના પિતાએ ફાઇનલ માં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

ભાવિના પટેલ પેરાલિમ્પિક ફાઈનલમાં પહોચનારી ભારતની પહેલી ટેબલ ટેનિસ ખેલાડી બની છે. તેઓએ શનિવારે ટોક્યોની રમતમાં મહિલા એકલ ક્લાસ 4ના સેમિફાઈનલમાં ચીનની ઝાંગ મયાઓને 7-11, 11-7, 11-4,9-11,11-8થી માત આપી હતી અને હવે તે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવાથી એક જ પગલું દૂર રહી ગયા હતા.

ભાવિનાએ સર્બિયાની પ્લેયરને હરાવી

ભાવિના પટેલે સર્બિયાની Borislava Rankovicને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ક્લાસ 4 ટેબલ ટેનિસમાં તે 11-5, 11-6, 11-7 સ્કોરથી જીતી ગયા હતા.

ભાવિના બેને બ્રાઝીલની ઓલિવિએરાને હરાવી હતી
ભાવિના બેને બ્રાઝીલની ઓલિવિએરાને પણ અગાઉ હરાવી હતી. ભાવિના પટેલે આ મૅચમાં 12-10, 13-11 અને 11-6થી જીત મેળવી હતી. બ્રાઝીલ સામેના મુકાબલામાં તેમણે ઓલિવિએરાને હરાવી દીધી હતી.

ભાવિનાનું નિવેદન
ભાવિનાએ ચીનની ખેલાડીને હરાવીને પોતાની જીત પર નિવેદન આપતા કહ્યું કે આ મારા માટે ખુબ મોટી ઉપલબ્ધિ છે. હંમેશા બધા કહેતા હોય છે કે ચીનને હરાવવું અશક્ય છે પરંતુ મે સાબિત કરી દીધુ કે જો તમે કંઇ કરવા માગો તો બધુ જ શક્ય છે. મેં ક્યારેય મારી જાતને દિવ્યાંગ નથી સમજી અને મે આ વાત સાબિત કરી છે કે તમે જે પણ ઇચ્છો તે બધુ કરી શકો છો. 

12 મહિનાની ઉંમરે થયો હતો પોલીયો
માત્ર 12 મહિનાની ઉંમરમાં ભાવિનાને પોલીયો થયો હતો અને તેમનો જન્મ ગુજરાતના વડનગરમાં મધ્યમ પરિવારમાં થયો હતો. ભાવિના ચોથા ધોરણમાં હતા ત્યારે તેમણે સર્જરી માટે આંધ્રપ્રદેશ લઇ ગયા હતા પરંતું SAI અનુસાર ભાવિનાના પોલીયો રોગની ગંભીરતાને ઇગ્નોર કરી દેવામાં આવી અને તેમની બીમારી વકરી. 

12 સુધી ભણ્યા
12મા ધોરણ સુધી ભણ્યા બાદ ભાવિનાના પિતાએ બ્લાઇન્ડ પીપલ્સ અસોસિએશનમાં એડમિશન કરાવી આપ્યું. ત્યાં તેમણે અલગ અલગ કોર્સ કર્યો અને પછી લલન દોષી પાસે ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી હતી. આજે ભાવિનાબેન ક્યાં છે આપણે સૌ જાણીએ છીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Medal Tokyo Olympics bhavina patel table tennis ગુજરાત ગોલ્ડ ટેબલ ટેનિસ ભાવિના પટેલ tokyo paralympics 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ