બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / tokyo olympics russia players cannot hold their national flag will not erite name on jersey

Tokyo Olympics / ટોક્યો ઓલમ્પિક્સમાં આ દેશ નહીં લહેરાવી શકે પોતાનો રાષ્ટ્રીય ધ્વજ, જર્સી પર નહીં હોય દેશનું નામ

Published By: Bhushita

Last Updated: 08:50 AM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલમ્પિક્સમાં રશિયાના ખેલાડીઓ પોતાના દેશની ઓળખને રજૂ કરનારી કોઈ પણ ચીજનો ઉપયોગ કરી શકશે નહીં. ગોલ્ડ મેડલ લેતી સમયે પણ તેમનું રાષ્ટ્રગીત વગાડાશે નહીં.

  • ટોક્યોમાં નહીં દેખાય રશિયાનું નામ
  • રશિયાનો ઝંડો પણ જોવા મળશે નહીં
  • રશિયાના રાષ્ટ્રગાન પર પણ રહેશે બેન
  • ખેલાડીઓની જર્સી પર નહીં હોય દેશનું નામ

 
સૌથી મોટા ડોપિંગ વિવાદને લઈને હવે રશિયાને (Russia) ટોક્યો ઓલમ્પિક્સ (Tokyo Olympics)માં એક વધુ નવા નામની સાથે કોમ્પિટિશનમાં સામેલ કરાશે. મેડલ સેરેમની સમયે પણ કોઈ પોડિયમના ઉપર રશિયાનો ફ્લેગ લહેરાવાશે નહીં પણ ખેલાડીના પોષાક પર રાષ્ટ્રીય રંગનો ઉપયોગ કરી શકાશે.  

રશિયા પર રહ્યો છે ડોપિંગનો વિવાદ
જૂના અને નવા ડોપિંગ કેસનો વિવાદ હજુ પણ રશિયાની ટીમ પર છે. અનેક વર્ષોના કેસને માટે ટોક્યો ઓલમ્પિક્સની ટીમમાં સામેલ 2 તરવૈયાને સસ્પેન્ડ કરાયા હતા અને 2 રોઈંગ ખેલાડી ગયા મહિને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ વખતે રશિયા અને ઓલમ્પિક એથલીટ ઓફ રશિયાના નામથી ઉતરી શકશે નહીં. આ વખતે રશિયા ઓલમ્પિક સમિતિ  (ROC) ના નામે ભાગ લેશે. 

આ નામનો કરી શકશે ઉપયોગ
ખેલાડીઓ અધિકૃત રીતે પોતાના દેશ નહીં પણ આરઓસી (ROC)ને રીપ્રેઝન્ટ કરશે અને રશિયાનું નામ, ધ્વજ અને રાષ્ટ્રગાન પર પ્રતિબંધ રહેશે. જાણકારોનું કહેવું છે કે રશિયાની ટીમ તેમના પોષાકમાં રાષ્ટ્રીય રંગોનો ઉપયોગ કરશે તો તેમનું અંતર ઓળખવું મુશ્કેલ થશે.  

નહીં જોવા મળે રશિયાનો રાષ્ટ્રધ્વજ
રશિયાના ખેલાડીના પોષાક પર લાલ, સફેદ, ભૂરા રંગનો ઉપયોગ કરાશે પણ રાષ્ટ્રધ્વજના નામે રશિયાનું નામ લખેલું હશે નહીં. આ સિવાય કોઈ અન્ય રાષ્ટ્રીય પ્રતીક પણ હશે નહીં. કલાત્મક તરવૈયાની ટીમે કહ્યું કે તેમને આ પોષાક પહેરવાથી રોકવામાં આવ્યા હતા જેની પર રીંછની તસવીર બનેલી હતી.  

આ જગ્યાઓએ પણ રશિયાને બદલે નવું નામ લેવાશે ઉપયોગમાં
અધિકારીક ઓલમ્પિક્સ દસ્તાવેજ અને ટીવી ગ્રાફિક્સ પર પણ રશિયાની ટીમના પરિણામને ROCના રૂપમાં બતાવવામાં આવશે પણ રશિયા ઓલમ્પિક્સ સમિતિના નામે ઉલ્લેખ કરાશે નહીં. ગોલ્ડ મેડલ વિનર્સને માટે રાષ્ટ્રગીતને બદલે રશિયાના સંગીતકાર ચેકોવસ્કીનું સંગીત વગાડવામાં આવશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Jersey NATIONAL FLAG ROC Russia Tokyo Olympics ટોક્યો ઓલમ્પિક્સ રશિયા રશિયા ઓલમ્પિક સમિતિ Tokyo Olympics 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ