ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:18 PM, 11 April 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતી ધાતુના ભાવમાં વધારા વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 280 વધીને રૂ. 60,680 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. અગાઉના વેપારમાં સોનું રૂ. 60,400 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ 470 રૂપિયા વધીને 74,950 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યુ છે.
દિલ્હીના બજારોમાં સોનાનો હાજર ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 280 વધીને રૂ. 60,680 પ્રતિ 10 ગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું અને ચાંદી અનુક્રમે 2,004 ડોલર પ્રતિ ઔંસ અને 25.04 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
સીનિયર રિસર્ચ એનાલિસ્ટ મુજબ, યુએસ બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાને કારણે મંગળવારે કોમેક્સ સોનું લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ડૉલર નબળો રહ્યો હતો.

ADVERTISEMENT
સોનુ થયુ મજબૂત
હાજર બજારમાં મજબૂત માંગને કારણે, સટોડિયાઓએ નવી પોઝિશન બનાવી, જેના કારણે મંગળવારે વાયદાના વેપારમાં સોનાના ભાવ રૂ. 367 વધીને રૂ. 60,430 પ્રતિ 10 ગ્રામ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં જૂન કોન્ટ્રેક્ટમાં સોનું રૂ. 367 અથવા 0.61 ટકા વધીને રૂ. 60,430 પ્રતિ 10 ગ્રામ પર 18,394 વેપારમાં ટ્રેડ થઈ રહ્યું હતું.
વિશ્લેષકોનુ કહેવું છે, કે મક્કમ વૈશ્વિક વલણને અનુરૂપ વાયદાના વેપારમાં સોનાના ભાવ મજબૂત થયા છે. વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનું 0.68 ટકા વધીને 2,017.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ADVERTISEMENT
32 મહિનામાં ટોચના સ્તર પર ચાંદી
ચાંદીના ભાવ મંગળવારે વાયદાના વેપારમાં રૂ. 677 વધીને રૂ. 75,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યા હતા કારણ કે હાજર બજારમાં મજબૂત માંગ વચ્ચે વેપારીઓએ તેમના હોલ્ડિંગને વિસ્તૃત કર્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, મે મહિનામાં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ. 677 અથવા 0.91 ટકા વધીને રૂ. 75,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો, જેમાં 15,509 લોટ માટે વેપાર થયો હતો.

ADVERTISEMENT
વિશ્લેષકોએ બજારમાં સકારાત્મક વલણ વચ્ચે વેપારીઓ દ્વારા નવી ખરીદીને કારણે ચાંદીના ભાવમાં વધારાનું કારણ આપ્યું હતું. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં ચાંદી 0.74 ટકા વધીને 25.06 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.
શું છે આજનો ભાવ
ADVERTISEMENT
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT