બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:51 PM, 19 April 2023
ADVERTISEMENT
Gold Price: છેલ્લા કેટલાક દિવસોના રેકોર્ડ લેવલ પર ગયા બાદ હવે સોનુ અને ચાંદીની કિંમત સતત ઘટી રહી છે. તેવામાં તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનાની જ્વેલરી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ ખબર તમને ખુશ કરશે. જી, હાં મંગળવારના રોજ સરિફા બજારમાં સામાન્ય રહ્યો પરંતુ મલ્ટી-કમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિમતી ધાતુઓમાં તેજી જોવા મળી હતી.
સોના-ચાંદીની કિંમતમાં ભલે થોડો ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ અક્ષય તૃતિયા પર બંનેની કિંમત ઉપર જવાના અણસાર છે. એક્સપર્ટ મુજબ, સોના-ચાંદીની કિંમતમાં ભલે અત્યારે ઘટાડો થયો હોય પરંતુ અક્ષય તૃતીયા પર બંનેની કિંમત ઉચે જવાના એટલે વધવાના અણસાર છે. એકસપર્ટનું અનુમાન છે કે, આવનારા સમયમાં સોનું 65,000ના સ્તરે પહોંચી શકે છે.
ADVERTISEMENT

માર્ચ અને એપ્રિલમાં સતત તેજી દેખાઇ
હાલ સોનાના ભાવ 60,000 રુપિયાની આસ-પાસ ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો (fall in gold and silver) આવ્યા બાદ માર્ચ અને એપ્રિલમાં સતત વધારો જોવા મળ્યો છે. સોનાનો ભાવ નજીકના ભવિષ્યમાં 65,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 80,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધીની આશા રાખવામાં આવી રહી છે. દુનિયાભરના બજારમાં ચાલી રહેલા ઉથલ-પાથલ વચ્ચે ભારતીય બજારમાં પણ કિંમતમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
MCXના રેટમાં આવી તેજી
મલ્ટી-કમોડિટી એક્સચેન્જ (MCX)પર મંગળવારે સોનું અને ચાંદી બંનેના જ ભાવમાં તેજી જોવા મળી. મંગળવાર બપોરે સોનુ 202 રુપિયા મજબૂત થઇ 60400 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 360 રુપિયાની તેજીની સાથે 75240 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેન્ડ કરતા જોવા મળી. તેના પહેલા સોનું 60180 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 74812 રુપિયા પ્રતિ કિલો પર બંધ થઇ હતી.

ADVERTISEMENT
સરિફા બજારમાં સોના-ચાંદીનો ભાવ
સરિફા બજારના ભાવ ઇન્ડિયા બુલિયન્સ એસોસિએશન (India Bullions Association)ની જેમ જ દરોરોજ જાહેર કરવામાં આવે છે. મંગળવારે 24 કેરેટ ગોલ્ડ નીચે આવી 60479 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું. જ્યારે ચાંદીમાં તેજી જોવા મળી, અને તે વધીને 74574 રપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઇ. મંગળવારના રોજ 23 કેરેટનું સોનું 60237, 22 કેરેટનું સોનું 55399 અને 20 કેરેટનું સોનું 45359 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT