બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / to bring positive energy in life do this mantra in the morning

ધર્મ / આખો દિવસ દરેક વસ્તુમાં તમને મળશે સફળતા, બસ સવારે ઉઠતાની સાથે જ કરી લો આ કામ

Arohi

Last Updated: 08:46 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સવારના સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનો દિવસ સારો જાય છે. ચાલો જાણીએ કે વ્યક્તિએ સવારે ઉઠતાની સાથે જ કયા બે કામ કરવા જોઈએ.

  • સવારે ઉઠતાની સાથે જ કરો આ કામ 
  • આખો દિવસ જશે એકદમ સરસ 
  • મળશે દરેક સફળતા 

લોકો ઘણીવાર એવું કહેતા સાંભળવા મળે છે કે દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે. તેથી જ લોકો આંખ ખોલતાની સાથે જ ભગવાનનું નામ લેતા તમે જોયા હશે. ઘણી વખત દિવસભરમાં ઘણી ઘટનાઓ એવી રીતે બને છે કે વ્યક્તિ વિચારે છે કે આજે આંખ ખોલતા જ તેણે તેનો ચહેરો જોયો હતો એના કારણે દિવસ આવો ગયો. તેથી સવારે આંખ ખુલ્યા પછી કરવામાં આવતા કામનું ખાસ મહત્વ છે.

દિવસની સારી શરૂઆત માટે જ્યોતિષમાં અનેક પ્રકારની ક્રિયાઓ જણાવવામાં આવી છે. તે કરવાથી વ્યક્તિનો દિવસ સારો પસાર થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આમાંથી એક ઉપાય છે સવારની પૂજા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે સૂતા પહેલા કેટલાક મંત્રોનો જાપ કરવાની સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી આપણો દિવસ સફળ બને છે. આવો જાણીએ આ મંત્રો વિશે.

સવારે ઉઠતાની સાથે જ કરી લો આ મંત્ર જાપ 
પહેલો મંત્ર 

ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિએ સવારે ઉઠ્યા બાદ બેડ પરથી ઉભા થયા પહેલા પોતાના હાથના દર્શન કરવા જોઈએ. તેના સાથે જ જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિને દિવસભર દરેક કાર્યમાં સફળતા મળતી રહે છે.

'कराग्रे वसति लक्ष्मीः, कर मध्ये सरस्वती।
करमूले तू ब्रह्मा, प्रभाते कर दर्शनम्।'

મંત્રનો અર્થ
મંત્રમાં જણાવવામાં આવ્યું છે કે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્યમાં મા સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન પરબ્રહ્માનો વાસ છે. મંત્રનો જાપ કરવાનો અર્થ છે- હે ભગવાન, સવારે તમને જોઈને હું તમને પ્રણામ કરું છું. અને મારા પ્રણામ સ્વીકારો અને મારા પર તમારી કૃપા વરસાવો.

બીજો મંત્ર 
હથેળીઓ જોયા પછી હાથમાં દેવતાઓના દર્શન કર્યા પછી, પથારીમાંથી ઉઠતા પહેલા પૃથ્વી માતાને સ્પર્શ કરો. અને આ મંત્રનો જાપ પણ કરો.

'सर्वाबाधाविनिर्मुक्तो धनधान्यसुतान्वित:
मनुष्यो मत्प्रसादेन भविष्यतिं न संशय:'

આ મંત્રનો અર્થ
હે ધરતી માતા હું તને સ્પર્શ કરીને પ્રણામ કરું છું. તમારા આશીર્વાદ વ્યક્તિને મળવાથી વ્યક્તિના તમામ દુઃખોનો નાશ થાય છે. સાથે જ ધન, ધાન્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ