બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રસોડાની ગંદી ટાઇલ્સ મિનિટોમાં ચમકશે! ક્લિનિંગની આ ટિપ્સથી જીદ્દી ડાઘ થશે છૂમંતર
Last Updated: 11:15 PM, 12 October 2024
રસોડું ઘરનો મહત્વનો ભાગ છે જ્યાં ખાવાનું બનાવતી વખતે ચિકાણ અને ડાઘ હોય છે. આ ડાઘ ન માત્ર જોવામાં ખરાબ લાગે છે પરંતુ તેનાથી ટાઈલ્સની ચમક ઓછી થઈ જાય છે. ડાઘ જેટલો જૂનો હશે તેને સાફ કરવો પણ એટલો મુશ્કેલ હોય છે. આજે અમને તમને અમુક સરળ અને અસરકારક ટિપ્સ વિશે જણાવીશું જેની મદદ તમે રસોડાનીટાઇલ્સ ચમકાવી શકો છો.
ADVERTISEMENT

લીંબુ અને બ્લીચ
ADVERTISEMENT
બ્લીચ અને લીંબુનો ઉપયોગ ગંદી રસોડાની ટાઇલ્સ અને ફ્લોરને ચમકાવવા અને ગંદકી દૂર કરવા માટે કરી શકાય છે. એક બાઉલમાં ચારથી પાંચ ચમચી બ્લીચ લો અને તેમાં સમાન માત્રામાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને જુના કપડાની મદદથી ટાઇલ્સ પર લગાવો. તેને પાંચ મિનિટ રહેવા દો અને પછી ટાઇલ્સ સાફ કરો, ટાઇલ્સ સાફ થઈ જશે.

ADVERTISEMENT
લીંબુ અને બેકિંગ સોડા
રસોડાની સફાઈ માટે લીંબુ સાથે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. આ બે વસ્તુઓનું મિશ્રણ ગંદી ટાઇલ્સને પણ ચમકદાર બનાવે છે. આનાથી પાંચ મિનિટમાં બર્નિંગ સેન્સેશન દૂર થઈ જશે. આ મિશ્રણ તૈયાર કરવા માટે ગરમ પાણીમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને રસોડાની ગંદી ટાઇલ્સ પર સ્પ્રે કરો. પાંચ મિનિટ પછી દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટે ટાઇલ્સને એક કપડાંથી લૂછી લેવા.
ADVERTISEMENT
વધુ વાંચો : જમ્યા પછી ચા પીવાના શોખીન છો તો સાવધાન! આ આદત શરીરને પહોંચાડી શકે છે નુકસાન
ADVERTISEMENT
ડિટર્જન્ટ અને ગરમ પાણી
જો ડાઘ જતો ન હોય તો ડિટર્જન્ટ અને ગરમ પાણીનો ઉપયોગ કરી શકાય છે. એક ડોલમાં ગરમ પાણી ભરવું અને તેમાં 2-3 ચમચી ડિટર્જન્ટ મિક્સ કરો. આ મિશ્રણને એક સ્પંજની મદદથી ડાઘ પર લગાવો અને હળવા હાથેથી ઘસો. તેના પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.