બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Tight security for India-Pakistan match in Ahmedabad

India vs Pakistan Match / INDvsPAK મેચને લઈ અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા: 1 હજાર બોડીવોર્ન કેમેરાથી લઇને ટેથર્ડ ડ્રોન સુધીનું ટેક્નોલોજી કવચ તૈયાર

Malay

Last Updated: 02:54 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Pakistan Match: અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને જડબેસલાક સુરક્ષા, આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેન્ડિયમ ખાતે ટીથર ડ્રોન અને એન્ટી ગન ડ્રોનનો પણ કરાશે ઉપયોગ, 7 હજાર પોલીસકર્મી અને 4 હજારથી વધુ હોમગાર્ડના જવાનો સુરક્ષામાં જોડાશે.

  • આવતીકાલે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન ઐતિહાસિક મેચ
  • ભારત પાકિસ્તાન મેચને લઇ ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ 
  • પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ 

World Cup, India vs Pakistan: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. આવતીકાલે લાખોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 

ટીથર ડ્રોન અને એન્ટી ગન ડ્રોનનો કરાશે ઉપયોગ
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસે રિહર્સલ કરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેન્ડિયમમાં ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ટીથર ડ્રોન 3 કિ.મી.ના વિસ્તારનું મોનિટરિંગ કરવામાં સક્ષમ છે. ટીથર ડ્રોન સતત 10 કલાક સુધી મોનિટરિંગ કરી શકે છે.

પોલીસ એન્ટી ગન ડ્રોનનો કરશે ઉપયોગ
આ ઉપરાંત અનધિકૃત ડ્રોનના ઉપયોગને ટાળવા માટે એન્ટી ગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એન્ટી ગન ડ્રોન 2 કિ.મી.માં ઉડતા અનધિકૃત ડ્રોનની ઓળખ કરી શકે છે. આ વર્ષે અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથીજીની રથયાત્રામાં પણ આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રથયાત્રા બાદ હવે સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 

7 હજાર પોલીસકર્મી અને 4 હજાર હોમગાર્ડ જવાનો તૈનાત
ભારત-પાકિસ્તાનની મેચને લઈને શહેરમાં 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. સાથે જ આવતીકાલે 4 હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જોડાશે. 

સીસીટીવીથી રખાશે નજર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.  સુરક્ષાનાં કારણોસર દર્શકોને સવારે 10:00 વાગ્યે જ પ્રવેશ આપવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ