બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Tiger vs Pathan: Shahrukh Khan and Salman Khan locked the script of the film, shooting will start next year

શું વાત છે! / એક જ ફિલ્મમાં સલમાન અને શાહરુખ ખાન? 'ટાઈગર VS પઠાન'ને લઈને મોટા અપડેટ, બંને સ્ટાર સ્ક્રિપ્ટ પર રાજી

Pravin Joshi

Last Updated: 06:31 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YRF સલમાન અને શાહરૂખને લઈને સૌથી મોટી એક્શન ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. માહિતી એ પણ સામે આવી છે કે પઠાણ અને ટાઇગર ફિલ્મમાં સામસામે હશે અને આ ફિલ્મ 2024માં ફ્લોર પર જશે.

  • શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે જોવા મળશે
  • YRF સૌથી મોટી એક્શન ફિલ્મ બનાવશે
  • બંને ખાન સ્ક્રિપ્ટને લઈને સંમત થયા છે


પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને એકસાથે જોયા બાદ ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ બંને સ્ટાર્સને લઈને ફિલ્મ બનવી જોઈએ. દર્શકોની માંગને ધ્યાનમાં રાખીને ટાઇગર અને પઠાણની ચર્ચાઓ ઝડપથી થવા લાગી. YRF સલમાન અને શાહરૂખને લઈને સૌથી મોટી એક્શન ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. માહિતી એ પણ સામે આવી છે કે પઠાણ અને ટાઇગર ફિલ્મમાં સામસામે હશે અને આ ફિલ્મ 2024માં ફ્લોર પર જશે. મળતી માહિતી મુજબ નિર્માતાઓએ અલગ-અલગ મીટિંગ દરમિયાન બંને સ્ટાર્સને ફિલ્મની વાર્તા સંભળાવી છે. આદિત્ય ચોપરા શાહરૂખ અને સલમાનને અલગ-અલગ મળ્યા હતા અને સમગ્ર સ્ક્રિપ્ટ સંભળાવી હતી. વાર્તા સાંભળતા જ બંને સ્ટાર્સ સંમત થઈ ગયા. ટાઇગર અને પઠાણ બે સુપર જાસૂસો, ટાઇગર અને પઠાણની અલગ વાર્તા બતાવશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. બંને સુપરસ્ટારને એકબીજાની સામે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

હવે Boycott Tiger 3 થયું ટ્રેન્ડ! આમિર-અક્ષય અને શાહરુખ બાદ હવે લોકોના  નિશાને સલમાન ખાન | boycott tiger 3 now salman khan on target of trolls  after aamir khan film

ફિલ્મની સ્ટોરી લોક કરી દેવામાં આવી 

માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ટોરી લોક કરી દેવામાં આવી છે. ટાઇગર 3 દિવાળીના અવસર પર રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન ફ્રી થતાની સાથે જ ટાઈગર વિરુદ્ધ પઠાણની તૈયારીઓ ઝડપથી શરૂ થઈ જશે. આ ફિલ્મનું શૂટિંગ પણ આવતા વર્ષે શરૂ થશે. એવા પણ અહેવાલ છે કે ફિલ્મની તૈયારીમાં 5 મહિનાનો લાંબો સમય લાગશે. જો બધું બરાબર રહ્યું તો આ YRFનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે કરણ અર્જુન ફિલ્મના 25 વર્ષ પછી આ પ્રથમ વખત બનશે કે શાહરૂખ અને સલમાન મુખ્ય કલાકાર તરીકે કોઈ ફિલ્મ કરવા જઈ રહ્યા છે. આ જોડીને દરેક વખતે સાથે જોવાની ચાહકો માટે ખૂબ જ મજા આવે છે. ત્યારથી આ ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મેકર્સ પર મોટી જવાબદારી આવી ગઈ છે. આ જ ચાહકો પણ મેકર્સ અને સ્ટાર્સની આ ફિલ્મ પર પોતાની નજર ટકેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ