બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Tiger Vs Pathan film has a big update about the heroine and the villain

મનોરંજન / દીપિકા અને કેટરિના એક સાથે ફિલ્મમાં આવશે? ટાઈગર Vs પઠાણ ફિલ્મમાં હિરોઈનથી અને વિલનને લઈને સામે આવી મોટી અપડેટ

Megha

Last Updated: 03:35 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tiger Vs Pathaan: છેલ્લા કેટલાક દિવસોથી 'ટાઈગર Vs પઠાણ' ફિલ્મ સતત હેડલાઈન્સમાં છે અને હવે આ ફિલ્મ સાથે જોડાયેલ થોડી રસપ્રદ વાતો સામે આવી છે.

  • 'ટાઈગર Vs પઠાણ' ફિલ્મ સતત હેડલાઈન્સમાં છે
  • આ ફિલ્મ ક્યારે ફ્લોર પર આવશે?
  • ફિલ્મમાં વિલન અને હિરોઈન કોણ હશે?

Tiger Vs Pathaan: જો શાહરુખ ખાનની 'પઠાણ'માં સલમાન ખાનનો માત્ર થોડી મિનિટોનો કેમિયો આટલો મોટો હિટ સાબિત થયો અને ચાહકોને આટલો પસંદ આવ્યો તો ફક્ત વિચારો કે આખી ફિલ્મમાં બંને આ રીતે એક સાથે આવે તો શું થશે?

જો કે ચાહકો જ નહીં પરંતુ મેકર્સ પણ આવું વિચારી રહ્યા છે અને વાત ફક્ત વિચારો સુધી નહીં  પણ આ વિચારોને નક્કર આકાર આપવાનું પણ કામ શરૂ થઈ ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી 'ટાઈગર Vs પઠાણ' ફિલ્મ સતત હેડલાઈન્સમાં છે અને હવે આ ફિલ્મ સાથે જોડાયેલ થોડી રસપ્રદ વાતો સામે આવી છે. સાથે જ લોકો વચ્ચે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ ફિલ્મ ક્યારે ફ્લોર પર આવશે અને તેમાં વિલન અને હિરોઈન કોણ હશે?

દીપિકા અને કેટરિના એક સાથે ફિલ્મમાં આવશે?
જ્યારે પઠાણ અને ટાઈગર સાથે હશે તો તેની હિરોઈન તેમનાથી કેવી રીતે દૂર રહી શકે. એક રિપોર્ટ અનુસાર ટાઈગરની ઝોયા એટલે કે કેટરીના કૈફ અને પઠાણની રૂબીના એટલે કે દીપિકા પાદુકોણને એક સાથે કાસ્ટ કરવામાં આવશે.આ સાથે જ બંને અભિનેત્રીઓ ફરી એકવાર પાકિસ્તાની ISI એજન્ટની ભૂમિકામાં જોવા મળશે.આ રિપોર્ટ વચ્ચે વાત એમ છે કે યશ રાજ ફિલ્મ્સની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધી માત્ર સલમાન ખાન, શાહરૂખ ખાન અને સિદ્ધાર્થ આનંદને ફિલ્મ માટે લોક કરવામાં આવ્યા છે અને બાકીના કલાકારોને નક્કી કરવાના બાકી છે.

કોણ હશે 'ટાઈગર Vs પઠાણ'માં ફિલ્મ?
ફિલ્મમાં ટાઈગર અને પઠાણ એકબીજાની સામે મળશે પણ રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં મેકર્સ કેટલાક મોટા કાર્ડ રમવાના મૂડમાં છે. એક રિપોર્ટ અનુસાર હોલીવુડ સ્ટાર જેસન મોમોઆ ટાઈગર Vs પઠાણમાં વિલન તરીકે જોવા મળશે. જણાવી દઈએ કે જેસન આ પહેલા 'ગેમ ઓફ થ્રોન્સ'માં મહત્વપૂર્ણ પાત્ર ભજવતો જોવા મળ્યો હતો સાથે જ Aquamanની ભૂમિકા પણ ભજવી છે.

ક્યારે શરૂ થશે'ટાઈગર Vs પઠાણ'નું શૂટિંગ?
શાહરૂખ ખાન અને સલમાન ખાન પાસે પહેલેથી જ ઘણી ફિલ્મો અને પ્રોજેક્ટમાં બીઝી છે અને બંનેએ આટલા મોટા પ્રોજેક્ટ માટે એકસાથે ફ્રી હોવું જરૂરી છે, એટલા માટે એવું માનવામાં આવે છે કે આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2024 સુધીમાં શરૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ