બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શુધ્ધ હવાનું સેવન
પ્રાચીન ઋષિઓ કહેતા હતા કે વનોમાંથી વાયુ અને વાયુમાંથી આયુ પ્રાપ્ત થાય છે. જો તમારા ઘરની આસપાસ સારા વૃક્ષ ન હોય તો તેને લગાવો. શરીરના વાયુને શુધ્ધ કરવા માટે પ્રાણાયમને તમારી નિયમિત જીવનશૈલીમાં સામેલ કરી લો. તમને કદાચ એ ખ્યાલ તો હશે જ કે કાચબો લગભગ 150 વર્ષ જીવે છે કેમકે તેની શ્વાસ લેવાની ગતિ ખુબ ધીમી હોય છે. તે શુધ્ધ વાયુને પોતાની અંદર ગ્રહણ કરે છે.
ADVERTISEMENT

ઉત્તમ અન્ન-જળ
ADVERTISEMENT
અઠવાડિયામાં એકદિવસ ઉપવાસ કરો અને ઉતમ ભોજન અપનાવો. ઉત્તમ એટલે જે શાકાહારી ભોજનમાંથી શરીરને તમામ પ્રકારના વિટામીન, ખનિજ, કેલ્શિયમ અને આયર્ન પ્રાપ્ત થતા હોય. સાથે સાથે જળની પ્રકૃતિને સમજવી પણ જરુરી છે. શુધ્ધ જળ પર્યાપ્ત હોતુ નથી. તમારા શરીરના ટેમ્પરેચર પ્રમાણે જળ ગ્રહણ કરો. ભોજન કરવા અને પાણી પીવાના આયુર્વેદિક નિયમોનું પાલન કરો. જો તમે પ્રકૃતિમાંથી સીધું મળેલું ભોજન અપનાવશો તો ઉત્તમ રહેશે.

ADVERTISEMENT
રોજ યોગા- એક્સર્સાઇઝ કરો
જેટલી જલ્દી શક્ય બને તેટલી જલ્દી યોગની તમામ ક્રિયા, કર્મ, આસન શીખી લો. નિયમિત રીતે ભલે આસન જ કરો, પરંતુ જરુર પડે ત્યારે યોગની ક્રિયાઓ પણ કરો. એ ખુબ જ જરુરી છે કે તમે જાણી લો કે યૌગિક ક્રિયાઓ કેવી રીતે કામ કરે છે. સવારે ખુલ્લા વાતાવરણમાં અને બગીચામાં શક્ય હોય તો ખુલ્લા પગે ઘાસ પર ચાલો. શુધ્ધ ઓક્સિજન તમને તાજગીનો અનુભવ કરાવશે અને તમારુ પાચનતંત્ર પણ સારું રહેશે. સવારે વહેલા ઉઠીને ચાલવાના કારણે તમે હેલ્ધી રહી શકશો.
ADVERTISEMENT
.jpg)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.