બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Three out of every four patients in India have uncontrolled high blood pressure

ચોંકાવનારૂ / ભારતમાં દર ચારમાંથી ત્રણ દર્દીઓને કંટ્રોલમાં નથી રહેતું હાઇ બ્લડ પ્રેશર: હેલ્ધી રહેવા માટે આદતમાં કરો આ બદલાવ

Kishor

Last Updated: 10:48 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અભ્યાસમાં આંચકાજનક દાવો કરાયો છે. સંશોધનમાં સામે આવ્યું કે ભારતમાં દર 4 માંથી 3 દર્દીઓનું બીપી કન્ટ્રોલમાં રહેતું નથી.

  • ભારતમાં દર 4 માંથી 3 દર્દીઓનું બ્લડપ્રેશર મર્યાદા બહાર
  • ધ લેન્સેટ રિજનલ હેલ્થ' જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં દાવો
  • નિયમિય વ્યાયમ અને આહારમાં અપનાવો આ વસ્તુ!

ભારતમાં બ્લડ પ્રેશરની સમસ્યા ભોગવતા લોકોમાં દિવસે અને દિવસે ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ભારતમાં હાઈ બ્લડ પ્રેશરને લઈને એક અભ્યાસમાં આંચકાજનક દાવો કરાયો છે. સંશોધનમાં સામે આવ્યું કે ભારતમાં દર 4 માંથી 3 દર્દીઓનું બ્લડપ્રેશર મર્યાદા બહાર એટલે કે વધઘટમાં છે. 'ધ લેન્સેટ રિજનલ હેલ્થ' જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ દરમિયાન આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

હાઈ બ્લડ પ્રેશરથી મેળવવો છે છૂટકારો! તો આજથી જ શરૂ કરો આ Exercise, મળશે  રાહત | Health News Best Exercises For High Blood Pressure

બીપીએ હૃદયના દર્દીઓના અકાળ મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ ગણી શકાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, નવી દિલ્હી અને યુ.એસ.માં બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ સહિત સંશોધકોની એક ટીમે 2001 પછી પ્રકાશિત થયેલા 51 અભ્યાસોની પદ્ધતિસરની તપાસ કરી જેમાં ભારતમાં હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણના દરો જાણવા મળ્યા છે.

41 ટકા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશર
અભ્યાસ દરમિયાન સંશોધકોને જાણવા મળ્યું કે 41 ટકા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણની સ્થિતિ ચિંતાજનક છે અને 12 ટકા ગ્રામીણ દર્દીઓના નિયંત્રણના વધુ ખરાબ દર હોવાથી આ બ્લડ પ્રેશર એ હૃદય રોગ માટેનું સૌથી મોટું કારણ બને છે. મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર ભારતમાં મૃત્યુના મુખ્ય કારણમાં ટોચનું કારણ બને છે. આથી હાઈ બ્લડ પ્રેશરના કાબુમાં રાખવુએ  હૃદયના દર્દીઓમાં મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે આવકારદાયક સાધન છે.

Topic | VTV Gujarati

6 ટકાથી વધીને 23 ટકા થઈ
અભ્યાસમાં કેરળ રાજ્યના સંશોધકો જોડાયા હતા. આ સંશોધકોએ એવું કહ્યું કે જાગૃતિ અને આરોગ્યની સુવિધા વચ્ચે પણ છેલ્લા 21 વર્ષમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સક્ષમ દર્દીઓની સંખ્યા 6 ટકાથી વધીને 23 ટકા થઈ ગઈ છે.

આટલી આદત બદલો

વજન ઘટાડવુંએ બ્લડ પ્રેશર ઘટાડવામાં મુખ્ય બાબત સાબિત થઈ શકે છે. લોહીના પ્રવાહને સુધારવા માટે વ્યાયામ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં આ સમસ્યાનો ભોગ બનવાથી બચવા માટે તંદુરસ્ત આહાર લેવો જોઈએ. આહારમાં તાજા ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો તથા સોડિયમ, ખાંડ અને ટ્રાન્સ ચરબીવાળા ખોરાકને ટાળવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ