બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Three new features have been added to RuPays credit card, the facility will be available from May 31

તમારા કામનું / RuPayના ક્રેડિટ કાર્ડમાં ત્રણ નવા ફીચર્સ એડ કરાયા, 31 મેથી મળશે સુવિધા

Vishal Dave

Last Updated: 08:53 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NPCIએ RuPayના ક્રેડિટ કાર્ડમાં ત્રણ નવા ફીચર જોડ્યા છે. આ નવા ફીચર UPI પર કામ કરશે. આ સુવિધા જૂન મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવશે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની એક જાહેરાતના કારણે RuPay ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરનારા લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. જો તમે પણ RuPayનું ક્રેડિટ કાર્ડ વાપરો છો તો તમારા માટે આ ખબર ખૂબ મહત્વની છે. કેમ કે અત્યાર સુધી RuPay ક્રેડિટ કાર્ડના યુઝર્સ UPI એપ્સ પર ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી કરી શકતા હતા પરંતુ હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ RuPayના ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે ત્રણ નવા ફીચર્સ એડ કર્યા છે. આ ફીચર્સ 31મે 2024ના રોજથી લાગૂ થશે.

EMIની સુવિધા મળશે

NPCIના એલાનથી હવે RuPay ક્રેડિટ કાર્ડના યુઝર્સ આસાનીથી UPI એપથી EMIના વિકલ્પનો ઉપયોગ કરી શકશે. આ ફીચરથી જૂની ખરીદદારીને પણ ક્રેડિટ કાર્ડમાં EMIમાં પરિવર્તિત પણ કરી શકાશે. જેના માટે તમારે UPI એપની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં જઈને પેમેન્ટ મેથર્ડ બદલવાની રહેશે.

AutoPay થઈ શકશે
RuPay ક્રેડિટ કાર્ડના યુઝર્સ હવે UPIની એપ પર AutoPay કરી શકશે. આ ફીચરથી તમે હવે તમારુ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ આસાનીથી મેનેજ કરી શકશો. વન ટાઈમ પેમેન્ટથી તમે તમારી લોનની ભરપાઈ કરી શકશો.

આ પણ વાંચોઃ 

લિમિટ મેનેજમેન્ટની સુવિધા

આ સિવાય 31મેના રોજથી લિમિટ મેનેજમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. જેનાથી ક્રેડિટ કાર્ડના યુઝર્સ ક્રેડિટ લિમિટના વૃદ્ધિ માટે UPIને અરજી કરી શકશે. આ ફીચર ક્રેડિટ લાઈનને મેનેજ કરવા શરૂ કરાયુ છે. વર્ષ 2022માં RuPay ક્રેડિટ કાર્ડની UPI પર સુવિધા શરૂ કરાઈ હતી. જેથી રુપે ક્રેડિટ કાર્ડથી UPI પર પેમેન્ટ શરૂ થયુ હતુ. અત્યારે 17 બેંકોના RuPay ક્રેડિટ કાર્ડ UPI પર લિંક થઈ શકે છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ