બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:25 PM, 13 February 2024
ADVERTISEMENT
રાજકોટ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે. આ જગ્યાએ લાંબી ફોર્મેટમાં 9 બેટ્સમેનએ 1 વાર સદી ફટકારી છે. તેમાંથી 5 તો ભારતીય ક્રિકેટર છે. આ સિવાય અન્ય 4 બેટ્સમેન ઈંગ્લેન્ડનાં છે. તેમાંથી 3 એવા બેટ્સમેન જે રાજકોટમાં સદી ફટકારી મુશ્કેલીને નોતરું આપી બેઠા. તેમાંથી 1 વ્યક્તિએ તો ગયા વર્ષે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત આપી દીધી છે.

ADVERTISEMENT
મુરલી વિજય
અહીં વાત મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા અને પૃથ્વી શોની થઈ રહી છે. મુરલી વિજયે જાન્યુઆરી 2023 માં નિવૃતિની જાહેરાત કરી દીધી છે. મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં એક જ ટીમ સામે ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ ટેસ્ટ મેચ 2016 માં 9 નવેમ્બરથી 13 નવેમ્બરની વચ્ચે રમવામાં આવી હતી. મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ પહેલી ઇનિંગ્સમાં જ સદી ફટકારી હતી. મુરલી વિજયે 126 રન અને ચેતેશ્વર પૂજારાએ 124 રન બનાવ્યા હતા. આ મેચ બાદ મુરલી વિજયની કારકિર્દી 2 વર્ષ સુધી ચાલી. 2018 માં છેલ્લો મેચ રમ્યા બાદ તેને ફરી ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું. તેણે 5 વર્ષ સુધી રાહ પણ જોઈ અને છેલ્લે 2023 માં નિવૃતિની જાહેરાત કરી દીધી.

ADVERTISEMENT
ચેતેશ્વર પૂજારા
ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમનાં સારા ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. પરતું હાલ તેણે છેલ્લા 8 મહિનાથી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. ચેતેશ્વર પૂજારાએ હાલમાં રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. હાલ તે ભારતીય ટીમથી બહાર છે.
વાંચવા જેવું: VIDEO : મેદાનમાં રમી રહેલા ખેલાડી પર વીજળી ત્રાટકતાં ભડથું થઈ ગયો, ખૌફનાક વીડિયો વાયરલ
ADVERTISEMENT
પૃથ્વી શો
હવે વાત કરીએ પૃથ્વી શોની તો તે પણ એક યુવાન ખેલાડી છે. હાલ તેનું આંતરરાષ્ટ્રીય કરિયર ખતમ થઈ ગયું છે. તેણે રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી. આ તેનો ડેબ્યૂ મેચ હતો અને પ્રથમ સદી પણ હતી. આ પછી પૃથ્વી શોએ કોઈ ખાસ પ્રદર્શન નથી કર્યું. પૃથ્વી શો છેલ્લા 4 વર્ષથી ટેસ્ટ મેચ નથી રમ્યો. તેણે છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલીયા સામે રમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.