બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Footballer Dies After Getting Hit By Lightning In Indonesia. Terrifying Video Goes Viral

ખેલમાં માતમ / VIDEO : મેદાનમાં રમી રહેલા ખેલાડી પર વીજળી ત્રાટકતાં ભડથું થઈ ગયો, ખૌફનાક વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:22 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં લાઈવ ફૂટબોલ મેચમાં આકાશી વીજળી પડતાં ખેલાડીનું મોત થયું હતું. આ ઘટનાનો ખૌફનાક વીડિયો વાયરલ થયો હતો.

  • ઈન્ડોનેશિયામાં લાઈવ ફૂટબોલ મેચમાં ખેલાડી પર ત્રાટકી વીજળી 
  • 90 ટકા દાઝેલા ફૂટબોલરનું મોત 
  • વીજળી પડતાં ખેલાડીઓ રમવા પણ ન ઊભા રહ્યાં

ઈન્ડોનેશિયામાં લાઈવ ફૂટબોલ મેચ દરમિયાન દિલધડક ઘટના જોવા મળી હતી. અહીં પશ્ચિમ જાવામાં વીજળી પડવાથી એક ફૂટબોલર માર્યો ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના રવિવાર (11 ફેબ્રુઆરી)ની છે. આ મેચ ખરાબ હવામાનમાં રમાઈ રહી હતી. આ ખેલાડીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ખેલાડીનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું હતું.

90 ટકાથી વધારે ભાગ બળી ગયા
વીજળી પડતાં ફૂટબોલરના શરીરનો 90 ટકા બળી ગયો હતો. સિલિવેન્જે સ્ટેડિયમ ખાતે પશ્ચિમ જાવામાં એફબીઆઇ સુબાંગ અને એફસી બાંડુંગ ટીમ વચ્ચે મેચ યોજાઇ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ફૂટબોલર મેદાન પર ચાલીને તેની પાસે બોલ આવે તેની રાહ જોઈ રહ્યો છે. ત્યારે અચાનક વીજળી ત્રાટકી હતી અને આગ બહાર આવતી જોવા મળી હતી. આ ખેલાડી મેદાન પર પડી ગયો, જે બાદ ઘણા ખેલાડીઓ તેની નજીક દોડી આવ્યા હતા. સાથે જ કેટલાક ખેલાડીઓ જોરદાર અવાજ સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા, તો ઘણા મેદાનની બહાર ભાગવા લાગ્યા હતા. ફૂટબોલરના મોત બાદ વિજળી પડવાથી ફૂટબોલરના મોત બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈએ લખ્યું 'કેટલીકવાર તમારો દિવસ ખૂબ જ ખરાબ હોય છે' તો કોઈએ કહ્યું કે 'વિશ્વાસ નથી થતો કે મેચ દરમિયાન આવું થયું'. 

અંડર-13 કપમાં પણ વીજળી પડતાં ખેલાડી દાઝ્યો હતો 
ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે સોરાટિન અંડર-13 કપ દરમિયાન ઈસ્ટ જાવામાં યુવા ફૂટબોલર પર વીજળી ત્રાટકી હતી. જોકે, ડોક્ટરે તેને બચાવી લીધો હતો. આ ઉપરાંત ડિસેમ્બર, 2023માં બ્રાઝિલમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી ત્રાટકી હતી, જેમાં એક ખેલાડીનું મોત થયું હતું અને છને ઈજા થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ