બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / વિશ્વ / Thomas Cook airlines collapses: UK Travel Giant Thomas Cook collapses, stranding thousands of tourists
ADVERTISEMENT
થૉમસ કૂકમાં 16 દેશોમાં દર વર્ષે 19 કરોડ લોકોને હોટલ, રિસોર્ટ અને એરલાઇન્સની સર્વિસ પૂરી પાડે છે. રિપોર્ટ્સ અનુસાર, થૉમસ કૂકના બંધ થવાથી દુનિયાભરમાં 6 લાખથી વધારે યાત્રીઓ ફસાઇ ગયા છે. જેમાં 1.5 લાખ બ્રિટનના છે.
થૉમસ કૂકની ટ્રાવેલ એજન્સી બંધ થવાને કારણે દુનિયાભરમાં 22000 કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે, જેમાંથી 9000 હજાર બ્રિટનના છે. થૉમસ કૂકે મે માં જાણકારી આપી હતી કે, બ્રેક્ઝિટના કારણે તેમની બુકિંગમાં મંદી આવી ગઈ છે. જેના કારણે તેમનું દેવું પણ વધી ગયું છે. ગ્રુપના બ્રિટનમાં 600 સ્ટોર છે અને ઑનલાઇન કૉમ્પિટિશનને કારણે દબાણ વધી ગયુ હતુ.
ADVERTISEMENT
થોમસ કૂક 1841માં ટ્રાવેલ કંપની તરીકે શરૂઆત કરી હતી, તે સમયે બ્રિટનના શહેરોની વચ્ચે ટ્રેન ટૂર ઑપરેટ કરતી હતી. 1855માં યૂરોપ અને 1966માં અમેરિકામાં ટૂરની શરૂઆત કરી. 1927માં એર ટૂરની પણ શરૂઆત કરી હતી. તાજેતરમાં આ કંપનીએ 16 દેશોમાં પોતાનો ધંધો વિકસાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા મોનાર્ક એરલાઇન્સનં બંધ થવા પર બ્રિટન સરકારના વિમાન ભાડા પર લઇને 1.10 લાખ યાત્રીઓને ઘરે પહોંચાડ્યા હતા, જેના માટે 6 કરોડ પાઉન્ડનો ખર્ચો થયો હતો.
ADVERTISEMENT
કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે: થૉમસ કૂક ઇન્ડિયા
ભારતમાં ઓપરેટ કરનારી થોમસ કૂક ઈન્ડિયા પર આની કોઈ જ અસર નહીં જોવા મળે. થોમસ કૂક ઈન્ડિયાના 77 % હિસ્સો 2012માં કેનેડા ગ્રુપ ફેરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગે ખરીદી લીધો હતો. ત્યારથી થોમસ કૂક યૂકેમાં થોમસ કૂક ઈન્ડિયામાં કોઈ ભાગ નથી રહ્યો. થોમસ કૂક ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.