બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / This was the first Hindi film to earn Rs 100 crore abroad, the budget was only Rs 5 crore

મનોરંજન / ન જવાન, ન તો ગદર... વિદેશમાં 100 કરોડની કમાણી કરનારી આ છે પ્રથમ હિન્દી ફિલ્મ, નામ સાંભળીને ચોંકી જશો

Megha

Last Updated: 08:36 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મમાં ન તો કોઈ સુપરસ્ટાર હતો અને ન તો મોટી સ્ટાર કાસ્ટ હતી, છતાં વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો.

  • વિદેશમાં 100 કરોડની કમાણી કરનારી આ છે પ્રથમ હિન્દી ફિલ્મ
  • આ ફિલ્મ માત્ર 5 કરોડના બજેટમાં બની હતી
  • ફિલ્મે 248 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી 

ભારતીય સિનેમા અને તેના કલાકારોએ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. અને વિદેશમાં પણ ભારતીય સિનેમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં ગદર 2, પઠાણ અને જવાન જેવી ઘણી ભારતીય ફિલ્મોએ વિશ્વભરમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે વિદેશમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ કઈ હતી? 

Monsoon Wedding - Wikipedia
Wikipedia

આ ફિલ્મ માત્ર 5 કરોડના બજેટમાં બની હતી
ખાસ વાત એ છે કે એ ફિલ્મમાં ન તો કોઈ સુપરસ્ટાર હતો અને ન તો મોટી સ્ટાર કાસ્ટ હતી, છતાં તેણે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. અને વિદેશમાં 100 કરોડની કમાણી કરનારી આ ફિલ્મ માત્ર 5 કરોડના બજેટમાં બની હતી. તેમાં નસીરુદ્દીન શાહ, શેફાલી શાહ, વિજય રાઝ, રજત કપૂર, સોની રાઝદાન, લિલેટ દુબે, તિલોતમા શોમ અને રણદીપ હુડાએ અભિનય કર્યો હતો. ફિલ્મનું નામ મોનસૂન વેડિંગ હતું. 

અમેરિકન નિર્માતાઓનું સમર્થન મળ્યું હતું 
મીરા નાયર દ્વારા બનાવવામાં આવેલ મોનસૂન વેડિંગ. આ એક હિંદુ-પંજાબી પરિવારના લગ્ન પર આધારિત ફિલ્મ છે, જેની સાથે અમેરિકન નિર્માતાઓ પણ જોડાયેલા હતા, જેના કારણે ફિલ્મને પૂરો ફાયદો મળ્યો. અમેરિકન નિર્માતાઓના સમર્થનને કારણે, આ ફિલ્મને અન્ય ભારતીય ફિલ્મો કરતાં વધુ વૈશ્વિક રિલીઝ મળી હતી. ફિલ્મે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર 30 મિલિયન ડોલર એટલે કે રૂ. 248 કરોડથી વધુની કમાણી કરી હતી.

Monsoon Wedding (2001) - IMDb
IMDb

આ ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા હતા 
મોનસૂન વેડિંગ ફિલ્મ ત્યારે આવી જ્યારે ભારતીય સિનેમાના યુગમાં એક મોટો બદલાવ આવી રહ્યો હતો. આ ફિલ્મે પ્રતિષ્ઠિત વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લાયન જીત્યો હતો અને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ જેવા એવોર્ડ માટે નોમીનેટ પણ થઈ હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ