જો તમે પણ WhatsAppનો ઉપયોગ કરતા હોવ તો અત્યારે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આજકાલ WhatsAppપર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. વાસ્તવમાં આ વાયરસ તમારા ફોન અને આ એપ્લિકેશનને હેંગ કરી દેશે.
જો તમારામાંથી કોઈને પણ આ મેસેજ મળ્યો છે તો તેને ક્લિક ન કરો. આ મેસેજ પર લખેલું હોય છે કે 'હું તમારૂ WhatsApp થોડીવારમાં હેંગ કરી શકું છે.' જેની નીચે એક લિંક હોય છે જેના પર 'ડોન્ટ ટચ હિયર' કેટલાક મેસેજમાં લખેલું હોય છે કે 'કોણ કહે છે કે હું તમારૂ WhatsApp હેંગ ન કરી શકું.' તો આવા મસેજ થી બધાને દૂર રહેવું જોઈએ.
જો તમારામાંથી કોઈ પણ જોડે આવો મેસેજ આવ્યો હોય તો તેને ફોરવર્ડ ન કરો અને ક્લિક પણ ન કરો. કારણ કે તેથી તમારો ફોન અને એપ બંને હેંગ થઇ જશે. એવું પણ બની શકે છે કે આ વાયરસથી તમારા ફોનનો ડેટા ચોરી પણ થઇ શકે છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તાજેતરમાં F-8 ડેવેલપર કોન્ફ્રેસમાં ફેસબૂક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે WhatsApp ખુબ જ જલ્દી ગ્રુપ વિડિઓ કોલનું નવું ફીચર લાવી રહ્યું છે.