ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુભાષબ્રિજ પાસે આ રોડ બંધ કરાયો, કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે

નિર્ણય / સુભાષબ્રિજ પાસે આ રોડ બંધ કરાયો, કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે

Published By: Nirav Kumar

Last Updated: 03:49 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુભાષબ્રિજ પર કોર્પોરેશને કામગીરી શરુ કરી છે. જેમાં સુભાષબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન આ બ્રિજ નીચેનો રિવરફ્રન્ટ રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને થોડી હાલાકી ભોગવવી પડી શકે છે.

ADVERTISEMENT

અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષબ્રિજ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરુ કરાઈ છે. જેમાં હવે આ શહેરના લોકોને થોડી હાલાકી ભોગવવી પડી શકે છે. જેમાં તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ પૂર્વનો રોડ પણ બંધ કરાયો છે.

કોર્પોરેશનના આ નિર્ણયથી વાહનચાલકો પ્રભાવિત થશે. જેમાં વાહનચાલકો માટે બ્રિજ નીચેનો રિવરફ્રન્ટ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કેમ કે, સુભાષબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ રિવરફ્રન્ટ પૂર્વનો રોડ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી અહીંયા તમામ કામગીરી પૂરી ન થાય.

VTV DIGITAL

અકસ્માત થતા અટકાવવા માટે આ કામગીરી દરમિયાન પૂર્વ રિવરફ્રન્ટના નીચેના ભાગે કોર્ડન કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝનના લીધે લોકોએ સુભાષબ્રિજ પહેલા રિવરફ્રન્ટથી નીકળવું પડશે. અહિંયા 500 મીટર સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેમાં જુના બ્રિજને તોડીને 360 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની યોજના છે.

વધુ વાંચો : આ કોની જવાબદારી? શાસ્ત્રીનગરમાં ફ્લેટમાં પડ્યાં ખતરનાક પોપડા, પતિ-પત્ની માંડ માંડ બચ્યાં

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ફેમસ સુભાષબ્રિજ પર તિરાડો પડવાનું સામે આવતા અગાઉ પણ તંત્રએ રિપેરિંગની કામગીરી શરુ કરી હતી. 6 મહિના પહેલા સુભાષબ્રિજ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો ત્યારે પણ લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Riverfront Road Bridge demolishing Subhash Bridge

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ