ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ કોની જવાબદારી? શાસ્ત્રીનગરમાં ફ્લેટમાં પડ્યાં ખતરનાક પોપડા, પતિ-પત્ની માંડ માંડ બચ્યાં

અમદાવાદ / આ કોની જવાબદારી? શાસ્ત્રીનગરમાં ફ્લેટમાં પડ્યાં ખતરનાક પોપડા, પતિ-પત્ની માંડ માંડ બચ્યાં

Published By: Priykant Shrimali

Last Updated: 03:20 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News : બપોરના સમયે એપાર્ટમેન્ટના ધાબા ઉપર આવેલી કોમન પાણીની ટાંકીમાં લાંબા સમયથી લીકેજ હોવાના કારણે રૂમની છતમાંથી પોપડા પડતાં એક મહિલાનો જીવ માંડ બચ્યો, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી શાસ્ત્રીનગરના અંબિકા એપાર્ટમેન્ટમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. વિગતો મુજબ એપાર્ટમેન્ટના બ્લોક નંબર M-56/670 ખાતે રૂમની છતમાંથી પોપડા પડવાની ઘટના બની હતી. ઘટનાના સમયે ઘરમાં હાજર પતિ-પત્નીનો સદનસીબે આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ તરફ હવે સ્થાનિકો પોતાની સલામતીને લઈ ચિંતામાં મુકાયા છે.

શું છે સમગ્ર મામલો ?

મેટ્રોસિટી અમદાવાદ જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ જૂની અને જર્જરિત બિલ્ડિંગો રીડેવલપમેન્ટ જઈ રહી છે. જોકે શહેરની અનેક સોસાયટીઓ એવી છે જે કોઈ કારણસર રીડેવલપમેન્ટ ન જતાં હવે ત્યાં રહેવું ભયજનક બન્યું છે. આવું જ કઈંક બન્યું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી શાસ્ત્રીનગરના અંબિકા એપાર્ટમેન્ટમાં. અહીં આજે બપોરના સમયે એપાર્ટમેન્ટના બ્લોક નંબર M-56/670 ખાતે ધાબા ઉપર આવેલી કોમન પાણીની ટાંકીમાં લાંબા સમયથી લીકેજ હોવાના કારણે રૂમની છતમાંથી પોપડા પડવા લાગ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી.

આ તરફ સ્થાનિકોના મતે જૂનું હોવાના કારણે તેની હાલત સતત ખરાબ બની રહી છે. પાણીની ટાંકીમાંથી થતા લીકેજને કારણે દીવાલો અને છત નબળી પડી રહી છે. આજની ઘટનાએ ફરી એકવાર રહેવાસીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે, આસપાસની અનેક સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જઈ રહી છે, પરંતુ અંબિકા એપાર્ટમેન્ટ હજુ સુધી રીડેવલપમેન્ટમાં સામેલ થઈ નથી. જેના કારણે અહીં રહેતા પરિવારો સતત જોખમ વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : 'મારે ઘણું બોલવું છે...'અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત DySPના ગંભીર આરોપ,કર્યો હોબાળો

એકતા સોસાયટીમાં ટાંકી પડવાથી થયું હતું મોત

આ તરફ સ્થાનિકોએ અગાઉ નારણપુરાની એકતા સોસાયટીમાં બનેલી દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં પાણીની ટાંકી પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. તે ઘટના બાદ પણ જો જૂની અને જોખમી ઈમારતો અંગે પૂરતી કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ તાત્કાલિક બિલ્ડિંગની તકનિકી તપાસ કરાવી સુરક્ષાના પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambika Apartment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ