ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'મારે ઘણું બોલવું છે...'અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત DySPના ગંભીર આરોપ,કર્યો હોબાળો

વિવાદ / 'મારે ઘણું બોલવું છે...'અમદાવાદમાં ફાયરિંગ કરનાર નિવૃત્ત DySPના ગંભીર આરોપ,કર્યો હોબાળો

Published By: Priykant Shrimali

Last Updated: 02:13 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad DySP Firing Case : અમદાવાદ ફાયરિંગ કેસમાં નિવૃત્ત DySPનો હોબાળો, પોલીસ પર જ લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

Ahmedabad DySP Firing Case : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસ મામલે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ દ્વારા થયેલા ફાયરિંગ બાદ હવે સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અશોકસિંહ ચૌહાણે મીડિયાની સામે પોતાની વાત રજૂ કરવાની જીદ પકડી રાખતા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો સર્જાયો હતો. આ તરફ પોલીસ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવા રોકવામાં આવતા નિવૃત્ત અધિકારીએ સ્થાનિક પોલીસ પર જ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ તેમને પકડીને જબરદસ્તી અંદર લઈ જઈ લોકઅપમાં પૂર્યા હતા. ઘટનાનો વીડિયો અને દ્રશ્યો પણ ચર્ચાનો વિષય બન્યા છે.

પોલીસ સામે ગંભીર આક્ષેપો

અશોકસિંહ ચૌહાણની દીકરીએ પણ પોલીસ સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, પરિવારની કોઈ રજૂઆત સાંભળવામાં આવી રહી નથી અને તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવા છતાં ફરિયાદ લેવામાં આવી નથી. પરિવારના સભ્યોને રાતભર લોકઅપમાં રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ નહેરુનગર વિસ્તારમાં આવેલી ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ જમીનના દસ્તાવેજો અને ભાડાના નાણાંને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ દરમિયાન નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના લાયસન્સવાળા હથિયારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. ઘટનાની ગંભીરતા જોતા સેટેલાઈટ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ACP સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે હથિયાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અંતે સુરતના મેયર તરીકે માયાબેન માવાણીના નામ પર મહોર, વાપીને મળ્યા પ્રથમ મેયર

આ કેસમા નિવૃત્ત DySPને પોલીસ સ્ટેશનમાં વિશિષ્ટ સુવિધા આપવામાં આવી હોવાની ચર્ચા સામે આવી છે. માહિતી મુજબ, તેમને સામાન્ય લોકઅપમાં રાખવાને બદલે સર્વેલન્સ સ્ક્વોડની એસી ચેમ્બરમાં બેસાડવામાં આવ્યા હતા. જેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને જમીન વિવાદ, ફાયરિંગ તેમજ પોલીસ પર લાગેલા આરોપોની વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satellite Police Station Retired DySP Ashoksinh Chauhan Ahmedabad News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ