બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / This place in Gujarat looks like 'heaven on earth' in monsoon, best destination for budget travel
Megha
Last Updated: 03:15 PM, 21 July 2022
ADVERTISEMENT
ગુજરાતમાં ચોમાસામાં સૌથી હોટ ફેવરિટ ડેસ્ટિનેશન (Places To Visit In Gujarat During Monsoon) વિશે કોઈ કહે તો સૌથી ટોપ પર નામ આવે સાપુતારાનું (Saputara). દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં ગાઢ જંગલોની વચ્ચે સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એક માત્ર કહેવાતું હિલસ્ટેશન (Hill Station) છે. ગુજરાતમાં જંગલોની વાત આવે તો સૌથી પહેલા ગીરનું નામ યાદ આવે અને પછી જો ક્યાંય જનગોળો જોવા મળે છે તો એ છે ડાંગ (Dang). સાપુતારા હિલસ્ટેશનની (Saputara Hill Station) એક ખાસિયત એ છે કે ઉનાળાની ભીષણ ગરમીમાં પણ ત્યાંનું તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. સાપુતારાની ખૂબસૂરતી વધુ પડતી ચોમાસામાં ખીલી ઉઠે છે અને એ સમયે સાપુતારા ગુજરાતીઓ માટે અને ગુજરાતની આસપાસના રાજ્યોના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બને છે.
ADVERTISEMENT
સાપુતારા ગુજરાતમાં આવેલ હોવા છતાં મહારાષ્ટ્રના મુંબઇથી વધારે નજીક છે. સાપુતારામાં સૌથી નજીકનું એરપોર્ટ 225 કિલોમીટર દૂર મુંબઇમાં આવેલ છે. સાપુતારાનું નજીકનું રેલવે સ્ટેશન ત્યાંથી 51 કિલોમીટર દૂર વઘઇ અને થોડે વધુ દૂર બિલિમોરા છે. બિલિમોરાથી સાપુતારા જવાની બસ મળી રહે છે. સાપુતારા અમદાવાદથી 420 કિલોમીટર અને સુરતથી 172 કિલોમીટર દૂર આવ્યું છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું હિલ સ્ટેશન છે. સાપુતારામાં દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને અને જંગલોનું દ્રશ્યો લોકોને સૌથી વધુ આકર્ષિત કરે છે. આ સાથે જ હવે સાપુતારા એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ જાણીતું બન્યું છે.
સાપુતારા શબ્દનો અર્થ થાય છે ‘સાપનું ઘર’. પહેલાના સમયમાં સાપુતારામાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. જો કે આજે પણ સાપુતારાના જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાની આજુબાજુનાં જંગલોમાં છૂટ-છૂટા આદિવાસીઓ પણ રહે છે. જો કે ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો હવે પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે એવી માન્યતા પણ છે કે ભગવાન રામે તેના વનવાસ દરમિયાન સાપુતારામાં થોડો સમય વિતાવ્યો હતો. એ જ સમયે શબરી સાથે એમનો ભેટો થયો હતો અને શબરીએ ભગવાન રામને બોર ખવડાવ્યા હતા.
સાપુતારામાં ફરવાલાયક સ્થળો (Places to see in Saputara)
સનરાઈઝ પોઈન્ટ અને સન સેટ પોઈન્ટ (Sun rise and Sun Set Point)
હિલસ્ટેશનમાં ગયા હોઈએ અને ત્યાંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત ન જોઈએ તો કેમ ચાલે. ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારામાં દિવસની શરૂઆત અને અંત આ બે પોઈન્ટથી કરવી જોઈએ.
ગવર્નર હિલ \ ટેબલ વ્યૂ પોઈન્ટ (Governor Hill / Table View Point)
આ સ્થળ સાપુતારા હિલસ્ટેશનના સૌથી ખાસ સ્થળોમાંથી એક છે. ત્યાં તમે હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, ઝિપ લાઇન, રોપ વે, બાઇક રાઇડિંગ વગેરેનો આનંદ માણી શકો છો.
સર્પગંગા સરોવર (Sarp Ganga Lake)
સર્પગંગા સરોવરમાં તમે બોટિંગનો અનુભવ લઈ શકો છો અને ત્યાંનાં લોકોના કહેવા મુજબ સૂરજનો તડકો લેવા માટે સાપ આ સરોવરના કિનારે અવાર-નવાર આવતા રહે છે.
ગીરીમાળ ધોધ (Girimal Waterfall)
આ ધોધ 100 ફૂટ સુધીની ઉંચાઈ સુધી વિસ્તરેલો છે, જે તેને ગુજરાતનો સૌથી ઊંચો ધોધ બનાવે છે. ડાંગના સુબિર તાલુકા અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાસે આવેલા શિંગાણા ગામથી 12 કિમી દૂર ગીરમાળ ગામમાંથી પસાર થતી ગીરા નદી પર આ ધોધ આવ્યો છે. ગીરીમાળ ધોધ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે. જેની ઉંચાઈ 150 ફુટ છે.
શબરી ધામ (Shabri Dham)
આ સ્થળ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે આવેલ છે. સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે.
પમ્પા સરોવર (Pampa Lake)
હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. સાથે જ આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ થયો છે. આ એ જ સરોવર છે જેના કિનારે શબરીએ ભગવાન રામના આગમનની પ્રતિક્ષા કરતી હતી.
શિવ ઘાટ વોટરફોલ (Shiv Ghat Waterfall)
શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાના આહવાથી 10 કિલોમીટરના અંતરે આવ્યો છે. અંહિયા શંકર ભગવાનનું નાનું મંદિર છે તેથી આ ધોધનું નામ શિવ ઘાટ ધોધ રાખવામાં આવ્યું છે.
પૂર્ણા નદી (Purna River)
આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પિપલદહાડ નજીકથી નીકળી નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.
ગિરા ધોધ (Gira Waterfall)
ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે.
ડોન હિલ સ્ટેશન (Don Hill Station)
મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડરની વચ્ચે આવેલ ગુજરાતમાં કુદરતી સોંદર્યનો છુપાયેલો ખજાનો એટલે ડોન હિલ સ્ટેશન. ડાંગમાં આવેલું ડોન હિલ સ્ટેશન આહવાથી માત્ર 30 કિલોમીટર દૂર છે અને ડાંગના ફરવાલયક સ્થળોમાંથી એક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.