બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ઘુમામાં દીપડો દેખાતા ભયનો માહોલ, CCTV બાદ વન વિભાગ એક્શનમાં

VIDEO / અમદાવાદના ઘુમામાં દીપડો દેખાતા ભયનો માહોલ, CCTV બાદ વન વિભાગ એક્શનમાં

Published By: Nidhi Panchal

Last Updated: 10:16 AM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડો CCTVમાં કેદ થયો છે અને તેના પંજાના નિશાન પણ મળી આવ્યા બાદ વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમે શોધખોળ શરૂ કરી છે

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ગામડાઓમાં દીપડા દેખાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, પરંતુ હવે શહેરના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી જતાં લોકોમાં ભારે ભય ફેલાયો છે. અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે. દીપડો સોસાયટીમાં દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને શોધી પકડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

dipdo-wife

અમદાવાદના મેયર હિતેશ બારોટે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઘુમા ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી સ્થાનિક રહેવાસીઓ તરફથી મળી હતી. ગત રાત્રે દીપડો સોસાયટીમાં પ્રવેશ્યો હતો, જેના પગલે તાત્કાલિક વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. હાલ ઘુમા અને આસપાસના વિસ્તારોમાં સંયુક્ત ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી દીપડાને સુરક્ષિત રીતે પકડી શકાય અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

રાત્રે લગભગ 1:50 વાગ્યા બાદ દીપડો દેખાયો

મળતી માહિતી મુજબ શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલા ઘુમા ગામથી શેલા તરફ જવાના માર્ગ પર આવેલી શરણદીપ સોસાયટીમાં રાત્રે લગભગ 1:50 વાગ્યા બાદ દીપડો દેખાયો હતો. દીપડો સોસાયટીનો કોટ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. તે સમયે એક યુવતી પોતાની કાર લઈને ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેણે પણ દીપડાને પોતાની નજરે જોયો હતો. આ ઘટનાને કારણે સોસાયટીના રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકોએ તાત્કાલિક સંબંધિત વિભાગોને જાણ કરી હતી.

દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા

ઘટના બાદ સોસાયટીમાં તપાસ દરમિયાન દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં પણ દીપડો સ્પષ્ટ રીતે કેદ થયો છે. આ પુરાવાઓના આધારે વન વિભાગે ખાતરી કરી છે કે સોસાયટીમાં દેખાયેલું પ્રાણી દીપડો જ છે. ઘુમા અને શેલા વિસ્તારની આસપાસ દીપડાની હાજરીના સમાચાર મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટનાની જાણ મેયર હિતેશ બારોટને પણ કરી

સ્થાનિક નાગરિકોએ આ સમગ્ર ઘટનાની જાણ મેયર હિતેશ બારોટને પણ કરી હતી. માહિતી મળતાં જ તેઓ સવારે શરણદીપ સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓ સાથે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ સાથે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે દીપડાના પંજાના નિશાન અને CCTV ફૂટેજના આધારે તે કઈ દિશામાં ગયો હોઈ શકે તેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : માસૂમ બાળકીની હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો, LCBની ટીમ પર કર્યો હતો હુમલો, જવાબી કાર્યવાહીમાં થયું ફાયરિંગ

હાલમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ ઘુમા અને શેલા વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં દીપડાને શોધવા માટે સતત કામગીરી કરી રહી છે. સ્થાનિક લોકોને રાત્રિના સમયે બહાર ન નીકળવાની, બાળકોને એકલા ન મોકલવાની અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તરત જ વન વિભાગ અથવા પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. દીપડાને સુરક્ષિત રીતે પકડી લેવા માટે સઘન શોધખોળ ચાલુ છે અને સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ghuma Leopard Wildlife News Ahmedabad Leopar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ