બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / This Pakistani actress started filing an FIR against PM Modi

પાકિસ્તાન અપડેટ / ભડકે બળ્યું પાકિસ્તાન, ને PM મોદી સામે FIR કરાવવા ચાલી આ એક્ટ્રેસ, દિલ્હી પોલીસે બંધ કરાવી બોલતી

Priyakant

Last Updated: 01:36 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Imran Khan News: પાકિસ્તાની અભિનેત્રીએ કહ્યું, મારા દેશમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવી રહેલા PM મોદી અને RAW સામે મારે ફરિયાદ નોંધાવવી છે, દિલ્હી પોલીસે કહ્યું નેટ બંધ તો તમે ટ્વિટ કેવી રીતે કર્યું ?

  • પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ હંગામો
  • પાકિસ્તાની અભિનેત્રીએ PM મોદી સામે FIR કરવા કરી માંગ 
  • દિલ્હી પોલીસે કહ્યું, પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં નથી

પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ હંગામો મચી ગયો છે. ઈમરાનના સમર્થકો અને પીટીઆઈ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જગ્યાએ જગ્યાએ તોડફોડ અને આગચંપીના અહેવાલો છે. ગવર્નર હાઉસથી લઈને સેનાની ઓફિસો સુધીની સરકારી ઈમારતો પર કબજો થઈ રહ્યો છે. આ દરમિયાન હેવ એક પાકિસ્તાની અભિનેત્રીએ પાકિસ્તાનની સ્થિતિ માટે ભારતના પીએમ મોદી અને ભારતીય ગુપ્તચર એજન્સી (RAW)ને જવાબદાર ઠેરવતા દિલ્હી પોલીસની મદદ માંગી હતી. આનો ફની જવાબ આપતાં દિલ્હી પોલીસે પાકિસ્તાની અભિનેત્રીને બોલતી બંધ કરી દીધી હતી.

અભિનેત્રી સહર શિનવારીએ ટ્વીટ કર્યું, કોઈને દિલ્હી પોલીસની ઑનલાઇન લિંક ખબર છે? મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવી રહેલા ભારતીય વડાપ્રધાન અને ભારતીય ગુપ્તચર સંસ્થા RAW સામે મારે ફરિયાદ નોંધાવવી છે. જો ભારતીય અદાલતો સ્વતંત્ર છે, તો મને ખાતરી છે કે ભારતની સર્વોચ્ચ અદાલત મને ન્યાય આપશે.

શું કહ્યું દિલ્હી પોલીસે ? 
અભિનેત્રી સહર શિનવારીના ટ્વીટ પર  દિલ્હી પોલીસે જવાબ આપ્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, પાકિસ્તાન અમારા અધિકાર ક્ષેત્રમાં નથી. પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે,જ્યારે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયું હોય ત્યારે તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યાં છો.

કુમાર વિશ્વાસે શું કહ્યું ? 
કુમાર વિશ્વાસે પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીના ટ્વીટ પર પણ ચપટી લીધી છે. તેમણે ટ્વિટ કર્યું, ધીરજ રાખો, ટૂંક સમયમાં જ અધિકારક્ષેત્રની તમારી રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન મંગળવારે કેટલાક મામલાની સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. ઈમરાન ખાન જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોતાનું બાયોમેટ્રિક્સ કરાવી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની સેનાના રેન્જર્સે તેની ધરપકડ કરી હતી. પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં આગ લાગી છે. 

દેશભરમાંથી હિંસાના અહેવાલો છે. ઈમરાનના સમર્થકો આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. હિંસાને જોતા સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ બાદ હવે ટ્વિટર સેવા બંધ થઈ ગઈ છે. પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે ગૃહ મંત્રાલયના નિર્દેશો પર દેશભરમાં મોબાઈલ બ્રોડબેન્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ