બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / લો બોલો..! IT કંપનીમાં સારા પગારની નોકરી માટે CV નહીં પણ કુંડળી જરૂરી, રાશિફળ જોઈને થાય છે સિલેકશન
Last Updated: 02:56 PM, 7 August 2024
સારી નોકરી મેળવવા માટે સારી સ્કિલ, સારી ડિગ્રી અને સારો એક્સપીરિયન્સ હોવો જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આ બધી શરતો ઉપરાંત તમારા ગુણ બોસ સાથે મળવા પણ એક શરત હોઈ શકે છે નોકરી મેળવવા માટે? અથવા તો કોઈ કંપની જોબ એટલા માટે ન આપે કારણ કે તમારી રાશિ બોસની કુંડળી સાથે મળી નથી રહી?
ADVERTISEMENT
જીહાં, ચીનમાં એવો જ એક મામલો સામે આવ્યો છે. ગ્વાંગઝુ, ગુઆંગડોંગની એક ચીની કંપનીએ હાલમાં જ એક નોકરીની જાહેરાત પોસ્ટ કરી જેમાં કહેવામાં આવ્યું છે કે 'ડોગ ઈયર'માં જન્મેલા લોકો એપ્લાય ન કરે. નહીં તો તમારી અરજી જાતે જ રદ્દ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
ભારત કરતા અલગ હોય છે ચીનમાં રાશિ
ચીની રાશિ ચક્ર 12 એનિમલ્સ પર ડિપેન્ડ હોય છે. જેમાં દરેક રાશિનો એક એક એનિમલ સિમ્બોલ હોય છે. જેમાં ઉંદર, સાંઢ, વાઘ, સસલું, ડ્રેગન, સાંપ, ઘોડો, બકરી, વાંદરો, મરઘી, શ્વાન, અને ભુંડ. આ ચક્ર 12 વર્ષોમાં પુરૂ થાય છે અને દર શખ્સનો જન્મ વર્ષના એક સ્પેશિયલ એનિમલની રાશિ સાથે જોડાયેલો હોય છે. આ પ્રણાલી સૂર્ય કેલેન્ડરની જગ્યા પર ચંદ્ર કેલેન્ડર પર આધારિત છે.
કંપની કેમ નથી ઈચ્છતી કે 'ડોગ ઈયર'માં જન્મેલા લોકો ન કરે એપ્લાય?
કંપનીએ પોતાના પ્રશાસનિક સ્ટાફ દ્વારા એક નોકરીની જાહેરાતની પોસ્ટ કરી છે જેમાં કાર્ય અનુભવ, ઓફિસ સોફ્ટવેરની જાણકારી અને 4000 યુઆન સેલેરીની વાત કહેવામાં આવી છે. જોકે લોકોનું ધ્યાન પોતાના તરફ કરનાર એક નાનો શબ્દ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે 'ડોગ ઈયર'માં જન્મેલા છો તો પોતાનો બાયોડેટા ન મોકલો. આ પોસ્ટે ચીની સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો કરી દીધો છે. જેમાં ઘણા લોકોએ કંપની પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.
વધુ વાંચો: વધારે સુંદર હોવાને કારણે ઓલિમ્પિકમાંથી સ્વીમરને ઘેર મોકલી દેવાઈ, જુઓ Photos
એક રિપોર્ટ અનુસાર કંપનીએ એટલા માટે આવું કહ્યું છે કારણ કે બોસ 'ડ્રેગન ઈયર'માં જન્મેલા છે અને માનવામાં આવે છે કે 'ડોગ ઈયર'માં જન્મેલા લોકોની સાથે તેમની નથી બનતી. જેનાથી કંપનીના ગ્રોથ પર અસર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારત-ઈરાન વચ્ચે તનાતની / 'પહેલા તમારા ઘરનું સંભાળો' ભારતે ઈરાનના સુપ્રીમ લીડરને મોં પર સંભળાવ્યું, શું વિવાદ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT