ફક્ત 2 હજાર રૂપિયાનો છે આ ફોન, સમગ્ર દુનિયામાં થાય છે એના ફિચર્સની ચર્ચા

By : krupamehta 10:31 AM, 16 May 2018 | Updated : 10:31 AM, 16 May 2018
ફક્ત 2 હજાર રૂપિયાનો છે આ ફોન, સમગ્ર દુનિયામાં થાય છે એના ફિચર્સની ચર્ચા

આ ફોનને  ZANCO કંપનીએ બનાવ્યો છે. આ ફોનનું નામ  tiny t1 છે.

બજારમાં દરરોજ નવા-નવા મોબાઇલ ફોન આવે છે, જેની કિંમત 5,000 રૂપિયાથી લાખ રૂપિયા સુધી હોય છે. પરંતુ અમે તમને એવા મોબાઇલ ફોન વિશે જણાવીશું જે ફક્ત 2,000 રૂપિયાનો છે, પરંતુ તેના ફિચર્સ ખૂબજ દમદાર છે. તે વિશ્વનો સૌથી નાનો મોબાઇલ ફોન છે. આ ફોન ZANCO કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ફોનનું નામ tiny t1 છે. જાણો કે આ નાના ફોનમાં શું ફિચર્સ રહેલા છે...

આ મોબાઇલ ફોન તમારા અંગુઠાથી નાનો અને સિક્કાથી પણ પાતળો છે. આ ફોનમાં Alphanumeric keyboard છે. આ મોબાઇલ ફોનનું વજન ફક્ત 13 ગ્રામ છે.આ મોબાઇલની બેટરી અત્યંત દમદાર છે, જે ત્રણ દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ અને 180 મિનિટ ટોક ટાઇમ આપે છે. આ મોબાઇલ માં અન્ય સ્માર્ટફોનની જેમ  નેનો સીમ લગાવી શકો છે.

ZANCO tiny t1 ફોનમાં તમે 300 લોકોના નંબર સેવ કરી શકો છો. 50 થી વધુ મેસેજો સ્ટોર્સ કરી શકો છો. આ સ્માર્ટફોનમાં 32MB Ram અને 32 Rom આપવામાં આવી છે. આ ઉપરાંતMicro USB ચાર્જર પણ છે.આ મોબાઇલ ફોનમાં Built in Wise Changer, Bluetooth, Micro USB જેવા ફિચર્સ છે. આ ફોનની ઊંચાઈ 46.7mm, પહોળાઈ 21mm છે. આ ફોન માત્ર 12 mm મોટો છે.

આ ફોનની OLED સ્ક્રીન 0.49 ઇંચ છે. ફોનની સ્ક્રીનની Resolution 64×32 Pixel છે. આ ફોનમાં 2G નેટવર્ક સપોર્ટ કરે છે.આ મોબાઇલમાં લાઉડસ્પીકર અને માઇક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. જો કે, આ ફોનમાં તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો.Recent Story

Popular Story