ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / this is the best place to visit in november and december

ટ્રાવેલ / નવેમ્બર-ડિસેમ્બરમાં ફરવા જવાનું વિચારતા હોવ તો આ છે બેસ્ટ જગ્યાઓ

Published By: Krupa

Last Updated: 03:06 PM, 8 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બરની શરુઆતમાં હળવી હળવી ઠંડીનો અહેસાસ થવા લાગે છે. ફેસ્ટિવલ સીઝન પણ પુરી થઇ ગઇ હોય છે. ઘણા લોકોને આ સિઝનમાં ફરવું ગમતુ હોય છે. જે લોકો વેકેશન પ્લાન કરવાનું વિચારી રહ્યા હોય અને તેમને ઠંડીની સીઝનમાં ફરવાનુ પસંદ હોય તે લોકો માટે નવેમ્બર-ડિસેમ્બર અને ખાસ તો નવેમ્બરમાં ફરવા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે.

ADVERTISEMENT

કચ્છ રણ ઉત્સવ, ગુજરાત 
ગુજરાતમાં યોજાનાર આ ઉત્સવમાં સામેલ થવા માટે માત્ર દેશ નહીં, દુનિયાભરમાંથી લોકો આવે છે. આ ઉત્સવ ઓક્ટોબર 28થી શરુ થઇ ચુક્યો છે અને 23 ફેબ્રુઆરી, 2020 સુધી ચાલશે. અહીં તમને આર્ટ, મ્યુઝિક, કલ્ચરની સાથે સાથે રાજ્યના ઘણા પ્રકારના એટ્રેક્શન જોવા મળશે. તેમાં સંગીતકાર, લોકનર્તક અને ગુજરાત રાજ્યના જાણીતા શેફ સહિત અન્ય કારીગરો પણ સામેલ છે.

જેસલમેર, રાજસ્થાન
રાજસ્થાનના શહેર જેસલમેરને ગોલ્ડન સિટી પણ કહેવાય છે. ઠંડી દરમિયાન જેસલમેર ફરવાનો પ્લાન બનાવી શકાય. રાજસ્થાનનું આ શહેર ફરવા માટે સારી જગ્યા છે. અહીં ફરવા આવતા પર્યટકો જેસલમેરના રસ્તાઓ પર ફરવાની સાથે, ત્યાંના માર્કેટમાં ખરીદી અને રાજસ્થાની ખાવાનો સ્વાદ લઇ શકે છે.

જીરો વેલી, અરુણાચલ પ્રદેશ
પ્રકૃતિની નજીક અને શહેરી શોરબકોરથી દુર શાંતિનો અનુભવ કરવો હોય તો તમારે અરુણાચલપ્રદેશના જીરોવેલી જવુ જોઇએ. જીરોવેલીમાં તમે ગ્રુપ કે સોલો ટ્રિપ પ્લાન કરી શકો છો. એ વાતની ગેરંટી કે તમે અહીં વિતાવેલા સમયને ક્યારેય ભુલી નહીં શકો.

જોધપુર, રાજસ્થાન
જોધપુરમાં ફરવા માટે એવી અનેક જગ્યા છે જે શહેરના શાહી ઇતિહાસ અને સંસ્કૃતિમાં ડુબેલી છે. નીલા રંગમાં રંગેલા મકાનોથી ભરેલા જોધપુરની મધ્યકાલીન ઇમારતો અને તેની વચ્ચેથી નીકળતી ગોળાકાર ગલીઓ એક અલગ જ નજારો રજુ કરે છે. ઐતિહાસિક રીતે સમૃધ્ધ શહેરની સુંદરતામાં જોધા ડેઝર્ટ પાર્ક અને ઝગમગાતી ઐતિહાસિક ઇમારતો ચાર ચાંદ લગાવી દે છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
ભારતના ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશનના લિસ્ટમાં ક્વીન ઓફ હિલ્સ કહેવાતા દાર્જિલિંગનું નામ પણ સામેલ છે. નવેમ્બરના આખરી સપ્તાહથી લઇને જાન્યુઆરી સુધી દાર્જિલિંગમાં જબરજસ્ત ઠંડી પડે છે. અત્યારે તમે દાર્જિલિંગમા ફરવાની અને સાઇટસીઇંગની મજા લઇ શકો છો કેમકે ત્યાં આખો દિવસ આકાશ સ્વચ્છ રહે છે અને આછો પાતળો તડકો નીકળે છે તેમજ રાત્રે ખુબ ઠંડી હોય છે.

બેતલા નેશનલ પાર્ક, ઝારખંડ
ઝારખંડના લાતેહર અને પલામુ જિલ્લામાં આવેલા બેતલા નેશનલ પાર્કમાં ભારે સંખ્યામાં જંગલી જાનવર અને ખતરનાક સાપ મળે છે. આ ઉપરાંત પાર્કમાં ગરમ પાણીનું એક ઝરણું પણ છે. અહીં ઠંડીના મોસમમાં નહાવાની અલગ જ મજા આવે છે. પાર્કમાં ભારે સંખ્યામાં હાથી, ડોગરા ચીલ, ઉલ્લુ, તીતર, કોયલ, મોર, લાલ જંગલી મરઘી જેવા ઘણા જાનવર અને પક્ષી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jodhpur Rajasthan Travel gujarat lifestyle અરુણાચલ પ્રદેશ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ