બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / This is not a hill station, this is our Rajkot! People were seen playing with making snowballs

રાજકોટ / VIDEO: આ કોઈ હિલસ્ટેશન નહીં, આપણું રાજકોટ છે! લોકો બરફના ગોળા બનાવીને રમતા દેખાયા, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

Priyakant

Last Updated: 04:09 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Heavy Rain Latest News: રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાયો, શિમલા-મનાલી જેવા દ્રશ્યો, લોકો બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકતા જોવા મળ્યા

  • રાજકોટના માલિયાસણના દ્રશ્યો આવ્યા સામે
  • રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાયો
  • શિમલા-મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે
  • સ્થાનિક આસપાસના લોકો પહોંચ્યા બ્રિજ ઉપર
  • પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા લોકો

Rajkot Heavy Rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન રાજકોટમાં તો જાણે હિલસ્ટેશન જેવો માહોલ બન્યો છે. વિગતો મુજબ રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ ઉપર બરફના ચાદર પથરાઈ ગઈ છે. જેને લઈ અહીં શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકો બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકતા જોવા મળ્યા હતા. 

રાજકોટના માલિયાસણના બ્રિજ ઉપર કરા સાથે વરસાદ બાદ બરફની ચાદર છવાઈ ગઈ છે. અહીં હિલસ્ટેશન જેવો માહોલ બનતા લોકો પણ પ્રકૃતિનો આનંદમાણવા માલિયાસણના બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર પહોંચી લોકો એક બીજા પર બરફના ગોળા બનાવી ફેંકીને આનંદ માણી રહ્યા હતા. બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો બન્યા હતા.  

રાજકોટ-મોરબીમાં કરા પડ્યા 
રાજકોટના માલિયાસણમાં કરાનો વરસાદ થયો છે. વિગતો મુજબ માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ તરફ સ્થાનિકો પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા બ્રિજ પર પહોંચ્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વાંકાનેર શહેરના આસપાસના વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે. મહત્વનું છેકે, પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો મૂંઝાયા છે. 

રાજકોટ શહેરમાં સાથે ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ જિલ્લાના ગોંડલ શાપર વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પદુઓ છે. આ સાથે ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જોકે હવે ભારે વરસાદ બાદ પંથકમાં જીરું, ચણા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ