બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:50 PM, 4 February 2025
1/5
શું તમને ખબર છે કે અવકાશમાંથી વિશ્વની સૌથી ઊંચી ઇમારત કેવી દેખાય છે? તાજેતરમાં જ અમેરિકન અવકાશ એજન્સી નાસાના એક અવકાશયાત્રીએ બુર્જ ખલીફાની એક તસવીર શેર કરી છે, જેને જોઈને નેટીઝન્સને મંત્રમુગ્ધ થઇ ગયા છે. આ તસવીરો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મિશન પર ગયેલા અવકાશયાત્રી ડોન પેટિટ દ્વારા રાત્રે લેવામાં આવી હતી. જેમાં બુર્જ ખલીફા કોઈ રત્નની માફક ચમકતી દેખાય છે.
2/5
અવકાશયાત્રી પેટિટે પોતાના @astro_Pettit હેન્ડલ પરથી બુર્જ ખલીફાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, અંતરિક્ષમાંથી રાતમાં કઈંક આ રીતે દેખાય છે દુનિયાની સૌથી ઊંચી ઇમારત. આવું પહેલી વાર નથી જ્યારે તેમને અવકાશમાંથી પૃથ્વીનો આટલો અદ્ભુત ફોટો શેર કર્યો હોય. પેટિટ ઘણીવાર આવી તસવીરોથી સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.
3/5
4/5
5/5
બુર્જ ખલીફા જે 2010માં બનીને તૈયાર થઈ હતી. જે 828 મીટર ઊંચી છે અને તેમાં 163 માળની આવેલા છે. જેમાં એપાર્ટમેન્ટથી લઈને ઓફિસો, જીમ અને રેસ્ટોરન્ટ સુધી બધું જ છે. જો હવામાન સ્વચ્છ હોય તો તે 95 કિલોમીટરના અંતરેથી પણ જોઈ શકાય છે. તેની દરેક બારીઓ સાફ કરવામાં ત્રણ મહિના લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Maha Shivratri 2025 / શિવલિંગ પર જળ ચડાવતા પહેલા જાણી લેજો આ નિયમ, તો મહાદેવ વરસાવશે અપાર કૃપા
ટોપ સ્ટોરીઝ