બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This hill station became a center of attraction to enjoy the monsoon, thousands of tourists flocked, see nature flourishing in sixteen arts

પ્રવાસન / મોન્સૂનની મજા માણવા આ હિલ સ્ટેશન બન્યું આકર્ષનું કેન્દ્ર, હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા, VIDEO જોઈ મંત્રમુગ્ધ થઈ જશો

Kiran

Last Updated: 10:29 AM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભર ના પ્રવાસીઓ કુદરતી નઝારો નિહાળવા ઉમટ્યા મોન્સૂનની મજા માણવા આ હિલ સ્ટેશન બન્યું આકર્ષનું કેન્દ્ર બન્યું

  • ગિરનારનો અદભૂત નજારો
  • ચોમાસામાં જૂનાગઢ બન્યો "લીલોગઢ"
  • વાદળોની ચાદર ઓઢતો ગઢ ગીરનાર

જૂનાગઢમાં મોન્સુનની મજા માણવા પ્રવાસીઓ ગિરનાર પર ઉમટી પડ્યા, ગીનાર બન્યું જૂનાગઢ નું હિલ સ્ટેશન, ગુજરાત ભર ના પ્રવાસીઓ કુદરતી નઝારો નિહાળવા અને માં અંબા ના દર્શન કરવા ઉમટી પડ્યા 


ગિરનારનો અદભૂત નજારો

જૂનાગઢ માં હાલ જ્યારે ચોમાસુ જામ્યું છે ત્યારે ગિરનાર જાણે શોળે કાળા એ ખીલ્યું છે એવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે ગુજરાત ભર ના પ્રવાસીઓ કુદરતી નઝારો નિહાળવા ગિરનાર ખાતે ઉમટી પડ્યા છે.

પ્રવાસીઓ હાલ માં અંબા ના દર્શન કરવાનો લહાવો લઈ રહ્યા છે. અને સાથે સાથે કુદરત ના સાનિધ્ય માં આવી અને ખુશી ની અનુભૂતિ કરી રહ્યા છે. 

 

જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી

હાલ ગિરનાર હિલ સ્ટેશન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોકો કાશ્મીર,માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશનો મૂકી ગિરનાર ની પર્વત માળા ઓ પર કુદરતી નઝારો નિહાળવા ઉમટી પડ્યા છે. ખાસ કરી ને હાલ સેલ્ફી નો ક્રેસ બહુજ વધ્યો છે ત્યારે લોકો કુદરત ની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.

 

વાદળોની ચાદર ઓઢતો ગઢ ગીરનાર

મોન્સુન ની સીઝન માં લોકો કુદરત ના સાનિધ્ય માં આવી ખુબ એન્જોય કરી રહ્યા છે અને ખાસ કરી ને જૂનાગઢ માં રહેતા લોકો તો તેને ત્યાં આવનારા મહેમાનો ને પણ આ કુદરતી લાભ લેવા આમંત્રિત કરી રહ્યા છે. કહેવાય છે ગિરનાર પર્વત પર તેત્રીસ દેવતાઓનો વાસ છે. સાધુ સંતોની ભુમી છે. ત્યારે હાલ 9 મહિના પહેલા એશિયાનો સૌવથી ઉંચો કહી સકાય તેવો રો પવે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે વૃદ્ધો અને વિકલાંગ લોકો પણમાં અંબાના દર્શન કરવાનો લહાવો લઈ શકે છે. 

 

ચોમાસાની ઋતુમાં ભીંજાતો ગઢ ગીરનાર

હાલ રોપ વે બન્યા બાદ પ્રવાસીઓ નો ધસારો પણ વધ્યો છે. રોજ ના 5000 જેટલા પ્રવાસીઓ રો પવે દ્વારામાં અબા ના દર્શન નો લાભ લઇ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. ઊંચો ગઢ ગિરનાર કે જે વાદળો સાથે વાત કરતો હોય તેવા કુદરતી નજારાઓ  હાલ ગિરનાર પર નજરે પડી રહ્યા છે ત્યારે ખાસ કરી ગુરુદત્ત સિખર કે જે વાદળો થી ઢંકાય જાય છે અને ફરી વાદળો વચ્ચે થી જ્યારે એ શિખરો દેખાય છે તે અદ્ભૂત નઝારો નિહાળવા લાયક હોય છે ત્યારે હાલ ચોમાસા ની ઋતુ માં લોકો દૂર દૂર થી ગિરનાર પર ઉમટી પડ્યા છે. 

પર્યટકો કુદરતની કળા જોઈ થયા અભિભૂત

ગિરનારની પર્વત માળાઓ ઉપર જાણે લીલી ચાદર પાથરી હોય અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા કુદરતી દૃશ્યો જોવા મળી રહ્યા છે. કુદરત જાણે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે અને હજુ પણ લોકો રો પવે હોવા છતાં સીડી ચડીને કુદરતી નજારાઓ નો આનંદ લેવા ગિરનાર પર્વત પર આવી રહ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ