બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / This feat of Tathya Patel is shocking: He was suspended by the school after being caught with this thing, also an old hobby of stunts.

વધુ એક કાંડ / તથ્ય પટેલનું આ કારનામું તો ચોંકાવનારું: આ વસ્તુ સાથે પકડાતાં સ્કૂલે કરી નાંખ્યો હતો સસ્પેન્ડ, સ્ટંટનો પણ જૂનો શોખ

Vishal Khamar

Last Updated: 06:30 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલનાં એક પછી એક કારનામાં બહાર આવી રહ્યા છે. તથ્ય પટેલનું વધુ એક કારનામાં બહાર આવી રહ્યા છે. તથ્ય શાળામાં અભ્યાસ કરતો હતો. તે સમયે શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો. જે બાદ તેને શાળામાંથી સસ્પેન્ડ કરાયો હતો.

  • ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસનાં આરોપી તથ્ય પટેલનો વધુ એક કાંડ
  • તથ્ય પટેલ શાળામાં દારૂ બોટલની સાથે પકડાયો હતો
  • દારૂની બોટલ સાથે પકડાતા તથ્યને શાળામાંથી કરાયો હતો સસ્પેન્ડ
  • તથ્ય પટેલ નાની ઉંમરથી જ દારૂના રવાડે ચડી ગયો હતો

 ઈસ્કોન બ્રિજ અકસ્માતનાં આરોપી અને કેદી નં.8683 ની નવી ઓળખાણ પ્રાપ્ત કરનાર તથ્ય પટેલનો વધુ એક કાંડ બહાર આવ્યો છે. ત્યારે નાનપણથી જ નશાખોરીનાં રવાડે ચડી ગયેલ તથ્ય પટેલે શાળામાં અભ્સાય કરતી વખતે અનેક કાંડ કર્યા છે. ત્યારે તથ્ય પટેલ શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો. જે બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તથ્ય પટેલને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો.

તથ્ય તેનાં પિતાની જેમ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે
તથ્ય પટેલ નાનપણથી જ દારૂના રવાડે ચડી ગયો હતો. તેમજ તે તેનાં પિતાની જેમ જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. નબીરો તથ્ય પહેલેથી જ ગુનાહિત માનસિકતા ધરાવે છે.  તેમજ નાની ઉંમરે જ તે રસ્તા પર સ્ટંટ કરવા, ક્લબમાં પાર્ટી સહિત નશાનાં રવાડે ચડી ગયો હતો. 

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી જેલમાં જ રહેવું પડશે. વાત જાણે એમ છે કે, તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. જેથી હવે આગામી સુનાવણી સુધી પ્રજ્ઞેશ પટેલે જેલમાં જ રહેવું પડશે. 

પોલીસે કોર્ટમાં તથ્ય પટેલ સામે ચાર્જશીટ રજૂ કરી દીધી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નિર્દોષ લોકોના હત્યારા તથ્ય પટેલ માટે સજાથી બચવું હવે અશક્ય બની ગયું છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે. પોલીસ વિભાગે પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને 1 સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. 1684 પાનાની ચાર્જશીટમાં 191 લોકોના નિવેદન લેવાયા છે અને કેસમાં કુલ 25 પંચનામાં કોર્ટમાં રજૂ કરાયા છે. વધુમાં ચાર્જશીટમાં 15 દસ્તાવેજી પુરાવા અને રિપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો છે.IPC કલમ 164 મુજબ 8 લોકોના નિવેદન નોંધી CRPC કલમ 173(8) મુજબ તપાસ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ