ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / this days banks will be closed due to strike

હડતાળ / આ બેંકના કર્મચારીઓ ઉતરશે હડતાલ પર, બેન્કિંગના કામકાજ બાકી હોય તો પતાવી લેજો

Published By: Nikul

Last Updated: 06:07 PM, 4 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકનાં કોઈ પણ કામ પેન્ડિંગ પડ્યા છે તો ફટાફટ પતાવી લેજો. માર્ચનાં ઘણાં દિવસોમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારે બેંકોનાં વિલય સામે બેંક યુનિયન્સે આ મહિને હડતાળની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

  • 14 સરકારી બેંકોનું વિલનિકરણ કરી ચૂકી છે
  • બે બેંકોનું પ્રાઇવેટાઇઝેશન 2021-22માં કરવામાં આવશે
  • બેંકોના વિલિનિકરણને લીધે હડતાળની જાહેરાત કરાઈ છે

બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 15 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે

બેંકોનું જરુરી કોઈ કામ પેન્ડિંગ પડ્યુ હોય તો પૂરુ કરી લેજો. કેમકે સરકારી બેંકોમાં હડતાળ થવા જનાર છે. કેનેરા બેંકે તેનાં ગ્રાહકોને આગાહી આપી છે કે તેમની બેંકિંગ સેવાઓ પર પ્રસ્તાવિત હડતાળને લીધે અસર પડી શકે છે. કેનેરા બેંકે જણાવ્યું છે કે ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન તરફથી સુચના આપવામાં આવી છે કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સે બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 15 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે. કેનેરા બેંકે કહ્યું છે કે તે પ્રસ્તાવિત હડતાળનાં દિવસે પણ બેંકની શાખાઓ અને ઓફિસોમાં કામો ચાલુ રહે તેવા બધા પ્રયાસો કરાશે. જોકે તેમ છતાં કામકાજ પર અસર પડી શકે છે.

બેંકોનાં વિલિનિકરણ વિરુદ્ધ હડતાળ

તમામ બેંક યુનિયન્સ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોશિયેશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, એનસીબીઈ, એઆઈબીઓએ, બીઈએફઆઈ, આઈએનબીઈએફ, આઈબીઓસી, એનઓબીડબલ્યુ, ઓનઓબીઓ અને એઆઈએનબીઓએફ દ્વારા બે બેંકોનાં પ્રસ્તાવિત વિલય વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે.

બજેટમાં બેંકોનાં વિલિનિકરણની જાહેરાત કરી છે

સરકારે બજેટ 2021માં બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનાં પ્રાઇવેટાઈઝેશનનો નિર્ણય કર્યો છે. સરકાર પહેલા જ ચાર વર્ષ દરમિયાન 14 સરકારી બેંકોનું વિલનિકરણ કરી ચૂકી છે. 2019માં સરકારે એલઆઈસી અને આઈડીબીઆઈ બેંકનો મોટાભાગનો હિસ્સો વેચ્યો હતો. હાલ દેશમાં 12 સરકારી બેંકો છે. ત્યારબાદ તેની સંખ્યા ઘટીને 10 રહી જશે. બે બેંકોનું પ્રાઇવેટાઇઝેશન 2021-22માં કરવામાં આવશે.

આ દિવસો રહેશે બેંકો બંધ

આ મહિને ઘણાં દિવસો બેંકો બંધ રહેશે. 11 માર્ચે મહાશિવરાત્રી, 16 માર્ચ બાદ 21 માર્ચે રવિવારે રજા રહેશે, 22 માર્ચે બિહાર દિવસે ત્યાં રજા રહેશે, 27 માર્ચે ચોથો શનિવાર અને 28 માર્ચે રવિવાર અને 29 માર્ચે હોળીની રજા રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank Bank Strike privatization પ્રાઇવેટાઇઝેશન બેંક બેંક હડતાળ Bank Strike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ