બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Thinking of taking an online loan? So note these things first

કામની ટિપ્સ / ઓનલાઇન લોન લેવાનું વિચારો છો? તો પહેલા આ બાબતો ખાસ નોટ કરી લેજો, નહીં થાઓ ફ્રોડના શિકાર

Pooja Khunti

Last Updated: 10:42 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન લોન માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો.

  • આ બદલાતા યુગમાં તમે ઘરે બેસીને લોન મેળવી શકો છો
  • એપથી લોન લેતી વખતે સાવધાન રહો
  • તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં

કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે પૈસાની જરૂર પડી શકે છે. આ સમયે તમે તેને લોન દ્વારા સરળતાથી પૂર્ણ કરી શકો છો. પહેલાના જમાનામાં લોન લેવા માટે બેંકોમાં જવું પડતું હતું, લાઇનમાં ઉભા રહેવું પડતું હતું અને લાંબા સમય સુધી પેપર વર્ક કરવું પડતું હતું, પરંતુ હવે એ જમાનો બદલાઈ ગયો છે અને આ બદલાતા યુગમાં તમે ઘરે બેસીને લોન મેળવી શકો છો. કારણ કે આજે ટેકનોલોજીકલ યુગમાં મોટી સંખ્યામાં ઓનલાઈન લોન અરજીઓ ઉપલબ્ધ છે. પરંતુ આજના સમયમાં, વિશ્વસનીય લોન કંપની સુધી પહોંચવું એક મુશ્કેલ કાર્ય છે, કારણ કે ડિજિટલ યુગમાં ઘણી બધી લોન એપ્લિકેશન્સ છે. જ્યાં વિશ્વસનીય લોન એપની પસંદગી કરવી થોડું મુશ્કેલ બની ગયું છે. હવે પ્રશ્ન એ થાય છે કે તમે સુરક્ષિત લોન એપનો ઉપયોગ કરીને લોન કેવી રીતે લઈ શકો છો.

એપથી લોન લેતી વખતે સાવધાન રહો
PayMના સ્થાપક અને CEO મહેશ શુક્લાનું કહેવું છે કે જો તમે કોઈપણ ઓનલાઈન એપ દ્વારા લોન લેવાનું વિચારી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે તે RBI સાથે રજીસ્ટર થયેલ છે. જેથી કોઈપણ અનિયમિતતા ટાળી શકાય. આજે એવી ઘણી લોન એપ છે, જે RBI માં નોંધણી કરાવ્યા વગર લોન આપી રહી છે. ત્યારબાદ તેઓ વસૂલાત માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવે છે.

વાંચવા જેવું: UPIથી કરો છો ઓનલાઇન લેવડદેવડ? તો પહેલા આટલું જાણી લેજો, નહીં તો છેતરાઇ જશો

જો તમે લોનની છેતરપિંડીથી બચવા માંગતા હોય તો આ બાબતોનું ધ્યાન રાખો

  • જો તમને તમારા મેસેજમાં કોઈ લિંક મળે છે તો તેના પર ધ્યાનપૂર્વક અને સમજી વિચારીને ક્લિક કરો. જો તમને કંઈક ખોટું જણાય તો ભૂલથી પણ તેના પર ક્લિક ન કરો. આ કોઈ મોટી સમસ્યાની શરૂઆત હોઈ શકે છે.
  • એપમાંથી લોન લેતી વખતે, જો તમને ફોન અથવા મેસેજ પર કોઈ ગુપ્ત માહિતી માંગવામાં આવે તો તે આપશો નહીં.
  • ઓનલાઈન લોન માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો. 
  • તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.
  • જે Email વિશે તમે જાણતા નથી તે ખોલશો નહીં અને આવી લિંક પર ક્લિક કરવાથી અથવા એટેચમેન્ટ્સ ડાઉનલોડ કરવાથી તમારા કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનમાં વાયરસ આવી શકે છે અથવા છેતરપિંડી થઈ શકે છે.
  • આ સાથે હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈપણ બેંક/NBFC/Fintech અધિકારી તમને પાસવર્ડ, નવી બેંકિંગ માહિતી, ATM PIN જેવી ગોપનીય માહિતી ક્યારેય પૂછતા નથી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ